લોકસત્તા ડેસ્ક
શિયાળામાં કાનમાં દુઃખાવો થવો એ સામાન્ય વાત છે પણ જો તે દર્દ લાંબા સમય સુધી રહે તો તમને ઈન્ફેક્શનનો ખતરો પણ હોઈ શકે છે. આ સમયે સામાન્ય દર્દમાં તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો.
ક્યારેક કાનમાં દર્દ થવાના કારણે બરોબર સંભળાતું નથી. કેટલાક લોકો કાનમાંથી તરલ પદાર્થ પણ નીકળતું હોવાનું અનુભવે છે. આ સમયે બરોબર સંભળાવવું નહીં અને તાવ આવવો, સૂવામાં તકલીફ પડવી અને સાથે કાન ખેંચવવા કે સાથે માથું દુઃખવું, ભૂખ ન લાગવી, ચિડીયા પણું અનુભવવું.
કંઈ વાગી જવું, કાનમાં બળતરાના કારણે પણ કાનમાં દર્દ થાય છે. આ સિવાય જડબું કે દાંતમાં દર્દના કારણે કાનમાં દર્દ થઈ શકે છે. આ સિવાય હવાનું પ્રેશર, કાનમાં જામેલો મેલ, ખરાબ ગળું, સાઈનસની તકલીફ કે ઈન્ફેક્શન, કાનમાં શેમ્પૂ કે પાણી રહી જવું, ઈયર પિયરસિંગ, દાંતનું ઈન્ફેક્શન, કાનમાં એક્ઝિમાના કારણે પણ કાનમાં અંદરની તરફ દર્દ થઈ શકે છે.
આ કારણે થઈ શકે છે ઈન્ફેક્શન
ઈન્ફેક્શન સ્વિમિંગ, હેડફોન લગાવી રાખવાથી, કોટન કે આંગળી નાંખવાથી બહારનું ઈન્ફેક્શન કાનમાં લાગે છે. કાનમાં અંદરની ચામડી છોલાઈ જાય છે અને સાથે પાણી જવાના કારણે પણ કાનમાં બેક્ટેરિયા જાય છે અને ઈન્ફેક્શન કરે છે. આ સિવાય રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. કાનમા જામેલા તરલ પદાર્થોના કારણે બેક્ટેરિયા થાય છે. લૈબીરિંથાઈટિસના કારણે પણ કાનમાં અંદરની તરફ સોજો આવે છે.
ઘરે આ રીતે કરો ઉપાયો
કાનમાં સામાન્ય દર્દ હોય તો તેની સારવાર ઘરે કરી શકાય છે. કાનને ઠંડા કપડાંથી શેક આપો. કાનને ભીનો ન કરો. કાનના દબાણ ન આવે તે માટે સીધા બેસો ચિંગ્મ ખાવાથી પણ ઓછું દબાણ આવે છે. નવજાત શિશુના કાનમાં દર્દ હોય તો તેને દૂઘ પીવડાવો.
મેડિકલ ટ્રીટમેન્ટ
જો તમને કાનમાં ખૂબ જ દર્દ રહે છે અને સાથે તાવ પણ આવે છે તો ડોક્ટરને બતાવવું જરૂરી છે. આ માટે તેઓ એન્ટીબાયોટિક્સ આપે છે. અને સાથે ઈયર ડ્રોપ્સ પણ. તેનાથી તમને દર્દમાં રાહત મળે છે. જે દવા આપવામાં આવે તેનો કોર્સ પૂરો લો. નહીં તો ઈન્ફેક્શન વધારે ફેલાઈ જશે અને ફરીથી દર્દ થશે.
આ વાતોનું રાખો ધ્યાન
જો તમને કાનમાં દુઃખાવવાની ફરિયાદ છે તો તમે આ વાતોનું ધ્યાન રાખો. જેમકે સિગરેટ ન પીઓ. કાનમાં કોઈ ચીજ ન નાંખો. ન્હાવા અને સ્વિમિંગ સમયે કાન ભીનો ન કરો. ઘૂળ કે એલર્જી વાળી ચીજોથી દૂર રહો.