લોકસત્તા ડેસ્ક
અનેક લોકો હોય છે જેમને લાંબા ટ્રાવેલિંગ સમયે ઉલ્ટી કે ઉબકાની સમસ્યા થાય છે. ખાસ કરીને આવા લોકો જ્યારે ગાડીમાં બેસીને કોઇ પ્રવાસ પર જાય છે તો તેમને પ્રવાસ શરૂ કરતા પહેલા ઉલ્ટી ન થવાની દવા લેવી પડે છે. અને તેમ છતાં ધણીવાર તેમને ગાડીને વારંવાર રોકીને ઉબકા કે ઉલ્ટી કરવી પડે છે. આવું મોટે ભાગે નાના બાળકોમાં ખાસ જોવા મળે છે. લાંબા ટ્રાવેલિંગ દરમિયાન બાળકોને પેટ ચૂંથાવાની અને ઉલ્ટીની સમસ્યા થાય છે. ત્યારે આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવી રહ્યા છે જે તમને રાહત આપશે.
આવી સ્થિતિમાં તમે પોતાની પાસે નારંગીની છાલ કે લીબુંની છાલ રાખી શકો છો. જેને તમે સતત સૂંધી રાહત મેળવી શકો છો. વધુમાં તમે પોતાની સાથે કાપેલું લીંબુ પણ રાખી શકો છો. જેને તમે પ્રવાસ દરમિયાન થોડું મીઠું લગાવીને ચૂસી શકો છો. આ ઉપરાંત સાથે મીઠું કે ખાંડ રાખી શકો છો જે થોડા થોડા સમય તમે મોઢામાં મૂકી શકો છો.
લવિંગ પીસીને રાખો થોડા લવીંગને શેકીને, તેને પીસી લો અને એક ડબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરી કરો કે ઉલ્ટી જેવું મન થાય તો તેને ફક્ત એક ચપટી માત્રામાં ખાંડ કે કાળા મીંઠાની સાથે મોંઢામાં રાખી લો. આ ઉપરાંત તમે તજનો ટુકડા પણ મોંમા પ્રવાસ દરમિયાન રાખી શકો છો. કેટલાક તુલસીના પત્તા પણ તમારી સાથે રાખો, તેને ખાવાથી પણ ઉલ્ટી નહી થાય. આ સિવાય જીરા પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘરેથી નીકળતા પહેલા પી લો. તેને પીવાથી ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યાઓ મુસાફરી દરમ્યાન નહી થાય.
આદુના ટુકડો પણ તમે પ્રવાસ દરમિયાન મોંમા ચાવી શકો છો. નહીં તો એકલા આદુની અને ફુદાનાની ચા પણ પી શકો છો. પ્રવાસ પહેલા. વાળી ચામાં એન્ટી ઈમેટિકના તત્વ રહેલા છે. જેનાથી ઉલટી કે ઉબકા આવવાના બંધ થઈ જાય છે. આદુંથી પાચનક્રિયા સારી થાય છે. અને ઉલ્ટી થવાની સ્થિતી બંધ થઈ જાય છે.