પેટની સમસ્યા દૂર કરવા રોજ કરો આ યોગાસન !

ઉત્તાન પાદાસન એક એવો યોગ છે જેને કરવાથી તમે પેટની બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. પાચન શક્તિ વધારવાની સાથે તે ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. પેટમાં કબજિયાતની સમસ્યા માટે આ રામબાણ ઉપચાર છે. આ આસન કરવાથી આંતરડા મજબૂત થાય છે. આમ કરવાથી ગેસનો રોગ પણ સમાપ્ત થાય છે.

આ આસન કરવા માટે પહેલા જમીન પર સૂઈ જાઓ. હવે તમારા બંને હાથને સાથળની બાજુમાં રાખો. ત્યાર પછી એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે તમારા બંને પગ એક સાથે ઊંચા કરો. પગ નીચે કરતાં કરતાં ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવો. જમીન પર સૂઈ અને શરીરને ઢીલું છોડી દેવું. આ આસન કરવા પહેલા સુનિશ્ચિત કરવું કે તમને પેટની કોઈ ગંભીર બીમારી તો નથી. આ ઉપરાંત સ્નાયૂની તકલીફ હોય તેમણે અને ગર્ભવતી મહિલાઓએ પણ આ આસન કરવું જોઈએ નહીં.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution