મંગળવારે મંગલમૂર્તિના ચરણોમાં કરી લો આ કામ, તમારા તમામ કષ્ટ થશે દૂર

મંગળ કામના અને ભાવનાથી હનુમાનજી સાથે જોડાવવાથી બધા પ્રકારના સંકટોથી મુક્તિ અપાવી દે છે. હનુમાનજી તમને જીવનના દરેક સંકટમાંથી બહાર કાઢી શકે છે અને તમારા જીવનમાં સંકટમોચન બનીને બધા સંકટોનો અંત કરી શકે છે. મંગળવારે આ કામ કરનારો ક્યારેય કંગાળ થતો નથી.

મંગળવારના દિવસે રામ મંદિરમાં જાવ અને જમણા હાથના અંગુઠાથી હનુમાનજીના માથા પર સિંદુર લઈને સીતા માતાના શ્રી ચરણોમાં લગાવી દો. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. જો ડર તમારો પીછો નથી છોડી રહી તો તમે તમારા તણાવમાં રહો છો તો આવામાં 7 દિવસ હનુમાનજીની વિશેષ પૂજા કરો કે પછી હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસા રોજ 100 વાર વાંચો.જો હનુમાનજીને સંપૂર્ણ રીતે ખુશ કરવા માંગો છો તો તમારી ઊંચાઈ મુજબ નાળને ગાંઠ બાંધીને નારિયળ પર લપેટીને ત્ના પર કેસર કે સિંદૂરથી સ્વસ્તિક બનાવીને બજરંગબલીના ચરણોમાં અર્પિત કરો.તમારા મોઢાને દક્ષિણની તરફ કરી સાત દિવસ સુધી રોજ પીપળના ઝાડ નીચે બેસીને 180 વાર હનુમાન ચાલીસા વાંચો. જેનાથી તમને ધનની કમી ક્યારેય નહી થાય.

ગ્રહોની સમસ્યા સતાવી રહી છે તો કાળ ચણા અને ગોળ લઈને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં પ્રસાદ વહેંચો અને હનુમાન ચાલીસાનો જપ કરો. એવુ કહેવાય છે કે જો પૂરા ધ્યાનથી 21 દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક બજરંગ બાણનો પાઠ કરવામાં આવે તો બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મંગળવારે હનુમાન મંદિરમાં નારિયળ મુકવુ સારુ માનવામાં આવે છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution