લોકસત્તા ડેસ્ક
આજકાલ સ્ત્રી હોય કે પુરૂષો, બધાંને વાળની કોઈને કોઈ પ્રોબ્લેમ સતાવતી જ હોય છે. બધી જાતના પ્રોડક્ટ્સ વાપર્યા બાદ પણ ફાયદો થતો નથી. જેથી જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે સારાં ખોરાકની જરૂર હોય છે, તે જ રીતે વાળની સમસ્યાઓથી બચવા અને વાળને હેલ્ધી રાખવા માટે પોષક તત્વોવાળા કેટલાક ખોરાકને રોજિંદી લાઈફમાં ખાવાની જરૂર હોય છે. જો તમે તમારા વાળને લાંબા, ભરાવદાર, શાઈની અને હેલ્ધી બનાવવા માગતા હોવ, વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માગતા હોવ તો આજથી જ અહીં જણાવેલા ઉપાયો કરવાનું શરૂ કરી દો, સાથે જ તમારા આહાર પર પણ ધ્યાન આપો.
એલોવેરા અને મધ
ત્વચાની સાથે એલોવેરા વાળ માટે પણ વરદાન સમાન છે. એલોવેરામાં વિટામિન, સેલેનિયમ અને અન્ય કેટલાક પ્રકારના પોષક તત્વો હોય છે જે વાળને લાંબા થતાં અટકાવતા અને વાળના દુશ્મન ડેન્ડ્રફને જડથી સાફ કરે છે. જેથી વાળ લાંબા સ્વસ્થ અને મજબૂત બને છે. સ્કેલ્પ પર એલોવેરા જેલ આખી રાત લગાવી રાખવું, પછી સવારે તેને સરખી રીતે ધોઈ લેવું. આ સિવાય એલોવેરામાં સરખા પ્રમાણમાં મધ મિક્ષ કરીને તેની પેસ્ટ પણ વાળમાં 30 મિનિટ માટે લગાવી શકો છો ત્યારબાદ વાળ પાણીથી ધોઈ લેવા, આ પ્રયોગ તમારા વાળનો ગ્રોથ વધારશે અને વાળને હેલ્ધી રાખશે.
ઓનિયન જ્યૂસ
તમે ઘણાં લોકોને ડુંગળીના રસનો ઉપયોગ કરવાનું કહેતા જોયા હશે. આ એક જડીબૂટ્ટી સમાન છે. હકીકતમાં ખરતાં વાળ માટે અને ટાલ માટે પણ ડુંગળીનો રસ ખૂબ જ લાભકારી છે. જી હાં, ડુંગળી એમાં પણ ખાસ કરીને સફેદ ડુંગળીનો રસ વધુ ગુણકારી છે. જો તમે ડુંગળીના રસની ગંધ તીવ્ર લાગતી હોય તો તમે તેમાં કોકોનટ ઓઈલ અથવા લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. સપ્તાહમાં 3વાર ડુંગળીનો રસ સ્કેલ્પમાં લગાવવાથી વાળ ખરતાં બંધ થઈ જાય છે.
ગાજરનો રસ
શિયાળામાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી જાય છે. એવામાં જો તમે આ સીઝનમાં ગાજરનું ભરપૂર સેવન કરો અથવા ગાજરનો રસ કાઢીને તેને સપ્તાહમાં બેવાર સ્કેલ્પમાં લગાવશો તો તે તમારા ખરતાં વાળ માટે મેજિકની જેમ અસર કરશે. તેમાં રહેલું બાયોટીન વાળને શાઈની બનાવે છે અને હેયર ફોલથી બચાવે છે. સાથે જ તમારા વાળ હેલ્ધી પણ બનશે.
લસણ છે બેસ્ટ જડીબૂટ્ટી
લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. જે વાળની સમસ્યાઓમાં દેશી દવાનું કામ કરે છે. જો તમારા વાળ પુષ્કળ ખરતાં હોય તો સપ્તાહમાં બેવાર 2 ચમચી લસણના રસમાં 1 ચમચી કોકોનટ ઓઈલ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. 1 કલાકબાદ ધોઈ લો. ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.