જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અમાવસ્યાને વિશેષ માનવામાં આવે છે. ત્યારે હિંદુ કેલેન્ડર મુજબ મહિનાની ચેલી તારીખ અમાવસ્યા બને છે. ત્યારે મૌની અમાવસ્યા મધ મહિનામાં આવતી હોય તો તે ખૂબ જ સારો માનવામાં આવે છે. ત્યારે આગામી 11 ફેબ્રુઆરી, 2021 એ માઘ મહિનાની અમાવસ્યા બની રહી છે જેને મૌની અમાવાસ્યા કહેવામાં આવે છે. આ તિથિ પિતૃ તર્પણ આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દાન અને ધર્માદાના કાર્યો માટે આ અમાવસ્યા ખૂબ મહત્વ ધરાવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન અને દાન કાર્યનું ફળ ઝડપથી મળે છે.
અમાવસ્યાને પિતૃઓનો દિવસ માનવામાં આવે છે.ત્યારે આ દિવસે ઘરના પિતૃઓનું તર્પણ કરવું જોઈએ અને તેમને ઘરમાં બનાવેલું ભોજન અર્પણ કરવું જોઈએ. આની સાથે, તેઓ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે, જે જીવનના તમામ સંકટ દૂર કરે છે અને સુખ અને શાંતિ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખુબજ મહત્વપૂર્ણ ગણાય છે, ત્યારે તમે ગંગાજળ પાણીમાં નાખીને સ્નાન કરવું જોઈએ . આ પછી, તુલસીજીની પૂજા કરવી અને 108 વાર પ્રદીક્ષીના કરાવી જોઈએ. તેનાથી તમારા ઘરની ગરીબી સમાપ્ત થશે.
અમાવસ્યાના દિવસે સાંજના સમયે શિવલિંગ પર કાચા દૂધ અને દહીંથી અભિષેક કરવો જોઈએ . એવું પણ માનવામાં આવે છે કે તમારા બધા બગડેલા કામ ધીરે ધીરે પુરા થશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે.સોમવતી અમાવસ્યાના દિવસે મંદિરમાં અથવા ઉત્તર ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો જોઈએ . રૂની જગ્યાએ લાલ રંગના દોરા અને કેસરનો ઉપયોગ કરો, આમાં મા લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે.