વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથિ અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 14મેના રોજ આવે છે. ત્યારે અમે તમને અક્ષય તૃતિયા સંબંધિત કેટલી વાસ્તુ ટીપ્સ જણાવીશું. જેના ઉપયોગથી તમે આખા વર્ષ દરમિયાન આર્થિક પ્રગતિ કરી શકો છો. અક્ષય તૃતિયાના દિવસે લગ્ન, સોનાની ખરીદી, લક્ષ્મીજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
ઉત્તર અથવા પૂર્વ દિશાની પસંદગી- અક્ષય તૃતીયાના દિવસે જો તમારી પાસે ધન આવે અથવા તમે સોનું વગેરે ખરીદો તો તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી તમે આખા વર્ષ દરમિયાન આર્થિક પ્રગતિ મેળવશો.
તસવીરો લગાવો- વાસ્તુ અનુસાર, તમે જે પણ વ્યવસાય સાથે જોડાયેલા છો અથવા નોકરી કરો છો. તેનાથી સંબંધિત કોઈપણ તસવીર તમારા ઘરની યોગ્ય જગ્યા પર મૂકો. તમે તમારા વ્યવસાય સાથે સંકળાયેલા અથવા નોકરી સાથે સંકળાયેલા સફળ વ્યક્તિની તસવીર પણ મૂકી શકો છો. આમ કરવાથી તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક રહે છે અને તમને વ્યાવસાય અને નોકરીમાં પ્રગતિ મળે છે. નળ ઠીક કરાવો જો તમારા ઘરના મળમાંથી પાણી ટપકતું હોય તો તે ખોટું છે. અક્ષય તૃતિયાના દિવસે પહેલા બધા નળને ઠીક કરાવી લો. ખાતરી કરો કે પાણી તેમાંથી ટપકે નહીં. ટપકતા નળના કારણે આર્થિક નુકસાન થાય છે.
સ્વચ્છતા રાખો- અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ. ખાતરી કરો કે તમારા મકાનમાં ક્યાંય સ્પાઈડર વેબ્સ નથી. તેઓ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. તેને આર્થિક પ્રગતિમાં અડચણ માનવામાં આવે છે.
ગોલ્ડન ફિશ- વાસ્તુ અથવા ફેંગ શુઈમાં ગોલ્ડન માછલીને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. અક્ષય તૃતિયાના દિવસે તમે 8 સોનેરી માછલી અને એક કાળી માછલીને સ્વચ્છ જારમાં રાખો. આ જારને ડ્રોઈંગ રૂમમાં જમણી બાજુ મુકો. આમ કરવાથી તમારી આર્થિક પ્રગતિનો માર્ગ ખુલશે અને નસીબ પણ તમને ટેકો આપશે. નોંધઃ આ લેખ ફક્ત વાચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.