જો તમે કોરોનાના ડરના કારણે પાર્લરમાં જવાનું ટાળી રહ્યા છો તો તમારે હવે ગ્લોઈંગ સ્કીન માટે કોઈ ખાસ પ્રયાસ કરવાની જરૂર નથી. ઘરમાં રહેલી કોફીમાં કેટલીક ચીજોને મિક્સ કરીને તમે ઘરે જ ગજબનો લૂક મેળવી શકો છો. આ માટે તમે ઘરની રસોઈમાંથી આ ચીજો ભેગી કરી લો અને ઓછા ખર્ચમાં મેળવો ગજબનો લૂક.
ઘરે જ આવી રીતે કરી લો ફેશિયલ
કોફી ફેશિયલ કરવા માટે સૌ પહેલાં 1 વાટકીમાં કોફી પાવડર, ચોખાનો લોટ મિક્સ કરો. હવે તેમાં 2 ચમચી કાચું દૂધ, એક ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મેળવો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે આ પેકને ચહેરા અને ગરદન પર સારી રીતે ફેલાવી લો. 10 મિનિટ સુધી ચહેરા પર પ્રેશરની સાથે તેને સ્ક્રબ કરીને મસાજ કરો. પછી સાદા પાણીથી ફેસ વોશ કરી લો. તમે ઈચ્છો તો આ મિશ્રણને ફેસપેકની જેમ પણ યૂઝ કરી શકો છો. અઠવાડિયામાં 1 વાર આ પ્રયોગ કરવાથી ગ્લોઈંગ અને યંગ લૂકની સ્કીન મળી રહે છે.
કોફી ફેશિયલના આ છે ફાયદા
ઉલ્લેખનીય છે કે કોફીમાં એન્ટી એઈજિંગ પ્રોપર્ટી મળે છે. જે ઉંમર પહેલાંથી ચહેરા પર બ્લેક પેચ અને કરચલીઓની સમસ્યાને દૂર કરે છે. આ સાથે તેમાનું બ્લિચિંગ પ્રોપર્ટી તમારા ચહેરાથી ડેડ સ્કિન હટાવીને તમને ગ્લોઈંગ સ્કીન આપે છે.