શનિની પનોતી હોય તો મંગળવારે કાળા કપડામાં મસૂર અને કોલસાની પોટલી બનાવો. તે નદીમાં પધરાવી દો. હનુમાન મંદિરમાં જાઓ અને રામ નામનો જાપ કરો. આ તમને શનિ દોષની અસરો માંથી મુક્ત કરે છે આ ઉપાય જીવનની તમામ બાધાઓ દૂર કરે છે.
મંગળવારનો દિવસ હનુમાનજીનો ગણાય છે. આ સાથે જ આ દિવસે મંગળની પણ પૂજા થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ ઉર્જાનો ગ્રહ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીનીપૂજા કરવાથી તેમની કૃપા સાથે કષ્ટ પિડામાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે હનુમાનજીનાં આશિર્વાદથી શનિ દોષ માંથી મુક્તિ મળે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ ઉકેલાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવેલ છે, જે કરવાથી તમે હનુમાનજીનાં આશીર્વાદ મેળવી શકો છો અને શનિ દોષથી મુક્તિ મેળવી શકો છો. તો જાણો મંગળવારના શાસ્ત્રોક્ત ઉપાય. મંગળવારે હનુમાનજીની સામે ઘી અને સરસવના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરવો, તે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે. ભગવાન હનુમાનજીનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. મંગળવારે રામસીતા મંદિરમાં દર્શન કરવાં જવું અને આ સમયે માતા સીતાના ચરણોમાં તમારા જમણા હાથના અંગૂઠાથી હનુમાનજીનાં કપાળ પરથી થોડુક સિંદૂર લઇને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી બધી સમસ્યાઓ જલ્દીથી હલ થઈ જાય છે. દર મંગળવારે હનુમાનજીને તેલ ચઢાવવું, આ તેલ ચઢાવતા સમયે તમારી જે પણ બાધા હોય તે અંગે પ્રભુને વિનવવું અને તે દૂર કરવાં કહેવું.