મા-બાપ આપણી સાથે રહે છે કે આપણે મા-બાપ સાથે?

લેખકઃ અસ્મિતા માવાપુરી


એક દિવસ ઇલાબેન પોતાના વર્ગમાં કંુટંુબ ભાવના પર વિદ્યાર્થીઓને સમજાવી રહ્યાં હતાં. પરિવારમાં વડીલોએ કરેલા ત્યાગ અને સમર્પણની વાતો સાંભળવામાં વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવી રહી હતી.ઇલાબેન કહી રહ્યાં હતાં કે, શું તમે જાણો છો, પરિવારને સુખી અને સમૃદ્ધ રાખવા માટે વડીલોએ કેવા કેવા ત્યાગ કર્યા હશે ? કેવા દુઃખો સહન કરી બાળકોને મોટા કર્યા હશે ? વડીલોના કરેલા ત્યાગના કારણે જ તો અત્યારની પેઢી સુખેથી જીવી રહી છે. વડીલોએ એક ટાઈમ જમીને ચલાવ્યું હોય છે ત્યારે તેની ભાવિ પેઢી આજના યુગમાં મન ફાવે તેમ જમે છે. અને ઘણી વખત જમવાનો બગાડ પણ કરે છે. જે જરાય યોગ્ય નથી.વડીલો પગની પાટલીઓ ઘસીને સામે પહોંચતા હતા. તેથી અત્યારે તેમની પેઢી ગાડી કે કારમાં મુસાફરી કરી શકે છે.


વડીલોના કરેલા ત્યાગના કારણે જ આજની પેઢી સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકે છે. વડીલોએ એક જાેડી કપડાંમાં ચલાવ્યું હોય છે. ત્યારે તેમની પેઢી મન ફાવે તેમ બ્રાન્ડેડ કપડા ખરીદી શકે છે. અત્યારે આજની તારીખમાં પણ ઘણા એવા પરિવાર છે જ્યાં, કેટલાક માતા - પિતા તો રાત - દિવસ મહેનત કરતાં હોય અને રાત્રે ઘણી વખત બાળકોનું પેટ ભરવા માટે પોતે ભૂખ્યા સૂતાં હોય છે. પોતે એક જાેડી કપડાંમાં ચલાવી લઈને પોતાના બાળક માટે નવા કપડા ખરીદતા હોય છે.


ઇલાબેને પોતાની વાત પૂરી કરી, જે વિદ્યાર્થીઓના દાદા - દાદી એમની સાથે રહેતા હતા તેમને હાથ ઊંચો કરવા કહ્યું હતું. તેમની વાત માની વર્ગના માંડ પાંચેક વિદ્યાર્થીઓએ પોતાનો હાથ ઊંચો કર્યો હતો. બાકીના બધાના હાથ નીચા હતા. ત્યારે એક વિદ્યાર્થી પવને ઇલાબેનને કહ્યું, “મેડમ, આ રીયા મારા ઘરની સામે જ રહે છે. અને મને ખબર છે કે તેના દાદા - દાદી તે લોકોની સાથે જ રહે છે. છતાંય તે તમારા પૂછવા પર પોતાનો હાથ ઊંચો નથી કરી રહી.”



પવનની વાત સાંભળી ઇલાબેન, રીયાની પાસે ગયા અને તેણે પ્રેમથી પૂછ્યું, “શું વાત છે, બેટા ? તારા દાદા - દાદી તમારી સાથે રહે છે. એ તો બહુ જ સરસ વાત કહેવાય. તો પછી મારા પૂછવા પર તે હાથ ઊંચો કેમ નહિ કર્યો ?”શિક્ષકનો પ્રશ્ન સાંભળી, રીયાએ કહ્યું, “મેડમ, મારા દાદા - દાદી અમારી સાથે નહિ પરંતુ અમે દાદા - દાદી સાથે રહીએ છીએ.”


રીયાનો જવાબ સાંભળી ઘડીભર માટે તો ઇલાબેન સાવ સુન્ન થઈ ગયા હતા. તેમણે સમજાતું નહતું કે આટલી નાની દીકરીમાં આવા સારા ગુણ કંઈ રીતે ? તેઓ મનોમન ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા.


પછી તેમણે વર્ગના બધા જ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે, “જુઓ, રીયાની વાત સાચા અર્થમાં ખૂબ જ અલગ છે. તે જે કહી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે કે, તેઓ દાદા - દાદી સાથે રહે છે. બાકી આમ તો દુનિયામાં લોકો એવું જ કહેતા હોય છે કે મા-બાપ અમારી સાથે રહે છે. પરંતુ રીયાના વડીલોના સંસ્કાર ખરેખર અદભૂત છે. કે જેમણે પોતાના બાળકોને આવું શીખવ્યું છે. ખરેખર, સાચા અર્થમાં હ્રદય ભાવના આને જ કહેવાય છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution