લોરેન્ઝો મુસેટ્ટીને હરાવી જાેકોવિચ ફાઇનલમાં : કાર્લોસ સાથે ટકરાશે


લંડન:નોવાક જાેકોવિચે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જાેકોવિચે શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ૨૫મા ક્રમાંકિત લોરેન્ઝો મુસેટ્ટીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે નોવાક જાેકોવિચ તેનું આઠમું વિમ્બલ્ડન ટાઈટલ કબજે કરવાથી માત્ર એક જીત દૂર છે. હવે ફાઇનલમાં જાેકોવિચનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ સાથે થવાનો છે. આ મેચ ખૂબ જ વિસ્ફોટક રહેવાની છે. આ મેચમાં જાેકોવિચ કાર્લોસ પાસેથી તેની પાછલી હારનો બદલો લેવા અને ટાઇટલ પર કબજાે કરવા માંગશે. સર્બિયન સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જાેકોવિચ, જે બીજા ક્રમાંકિત ખેલાડી છે. તેણે સેમિફાઇનલમાં ૨૫મી ક્રમાંકિત ઇટાલિયન લોરેન્ઝો મુસેટ્ટીને હરાવ્યો હતો. ૨૨ વર્ષીય આ ખેલાડીની સેમિફાઈનલમાં હારથી તેનું વિજેતા બનવાનું સપનું તૂટી ગયું છે. જાેકોવિચે લોરેન્ઝો મુસેટ્ટી સામે ૬-૪, ૭-૬(૨), ૬-૪થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચ ૨ કલાક ૪૮ મિનિટ સુધી ચાલી હતી, જે બાદ જાેકોવિચ જીતી ગયો હતો અને તેની ૧૦મી વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યો હતો. હવે વિમ્બલ્ડનની બ્લોકબસ્ટર ફાઈનલ ૧૪મી જુલાઈ એટલે કે રવિવારે થવા જઈ રહી છે. આ છેલ્લી વિમ્બલ્ડન ૨૦૨૩ની ફાઈનલની રીમેચ હશે, ગયા વર્ષે સ્પેનના કાર્લોસ અલ્કારાઝે સર્બિયન ખેલાડી નોવાક જાેકોવિચને પાંચ સેટમાં હરાવીને ટાઈટલ જીત્યું હતું. જાે નોવાક જાેકોવિચ આ ફાઈનલ જીતશે તો તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. ૩૭ વર્ષીય ખેલાડી પાસે વિમ્બલ્ડનના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરના ચેમ્પિયન બનવાની સારી તક છે. આ સિવાય ફાઈનલ જીતીને જાેકોવિચ રેકોર્ડ આઠ વિમ્બલ્ડન ટાઈટલ સાથે રોજર ફેડરરની બરાબરી કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution