મોડાસાથી શામળાજી ચારમાર્ગીય રોડનું સમારકામ ચાલતા ડાયવર્ઝન

અરવલ્લી, તા.૩ 

અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી રોડ પર ટોલ કમ્પની દ્વારા વાહન ચાલકો પાસે થી વર્ષે દહાડે કરોડો રૂપિયા નો ટોલટેક્ષ ઉઘરાવી સુવિધાઓ પુરી પાડવામાં ઉણું ઉતર્યું હોવાની ફરિયાદો વચ્ચે રોડનું એલ એન્ડ ટી કંપની દ્વારા સમારકામ ચાલી રહ્યું છે. આ કામ ગોકળગાય ની રીતે ચાલી રહ્યું છે તેમજ કેટલીક જગ્યાઓ એક તરફ ની ખોડબા ગામ ના બમ્પ પાસે મરામત છોડી દેવાયું તેમજ ચોમાસાની શરૂઆતે થવા ના અગાય થીજ કામ શરૂ કર્યું અને સમગ્ર રસ્તો બિસ્માર બની ગયો છે અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા ના કારણે વાહનોના અકસ્માત વધવા માંડ્‌યા છે. સ્થાનિક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. તંત્રી દિવસમાં બબ્બે અકસ્માત થતાં કરૂણતા ના દશ્યો સર્જાયા હતા લોકોની રોકકળ હૈયું હચમચાવી મૂકે એવી બની હતી. અને આ ડાયવર્જનના કારણે વારંવાર અકસ્માત ને નિર્દોષ લોકોના જાન લેવાઈ જતા આડેધડ ચલાવાતા વાહનો સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી જતા આજે ગાજણ કંપા ના લોકોએ હાઈવે પર ચકકાજામ મચાવી વાહનોને થંભાવી દીધા હતા અને પરિસ્થિતિ બેકાબૂ બનતા હાઈવે પોલીસ સહિત નો પોલીસ કાફલો સ્થળ પર આવતા પરિસ્થિતિ થાળે પડી હતી અને વાહનવ્યવહાર પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution