ગાંધીનગર અમરેલી લેટર કાંડની હાલ તપાસ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાયને આ તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોપીઓ પૈકીના એક અશોક માંગરોળીયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અશોક માંગરોળીયા જસવંતગઢ ગામના સરપંચ છે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને આ કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રાખવાનો ફેંસલો લીધો હતો. અમરેલી લેટર કાંડને મામલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે કહ્યું હતું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જાેઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જાેઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. વિજય રૂપાણીએ કાૅંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કાૅંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કાૅંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે, ભાજપ પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે ર્નિણય કરશે. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પણ ગઇકાલે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. સંઘાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી નથી જાેતા. તેમણે જણાવ્યું હતું કે પાયલનું સરઘસ કાઢવું, આક્ષેપ મુજબ માર મારવો અને લાંબી સજાવાળી કલમો લગાવવી એ વધુ પડતું છે. સરકારે નિર્લિપ્ત રાયને સોંપેલી તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, મૂળ કેસમાં લાગેલી કલમોની પણ ચકાસણી થવી જાેઈએ.