સાઉથ ચાઇના સી મુદ્દા પર અમેરિકા સાથે વિવાદ, ચારેય તરફથી ઘેરાયું ચીન

દિલ્હી-

સાઉથ ચાઇના સી  મુદ્દા પર ચીન અને અમેરિકા વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. ચીન અને અમેરિકા ની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. ચીન ચારેય તરફથી ઘેરાયું છે. ચીનને ઘેરવાની સૌથી મોટી તૈયારી સમુદ્રમાં કરવામાં આવી રહી છે. આ કારણ છે કે, ચીન પણ તેના તરફથી અમેરિકા સહિત બ્રિટન, ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને લઇને મોટું નિવેદન આપ્યું છે. પોમ્પિયોએ ટ્વિટ કરી કહ્યું, દક્ષિણ ચીન સાગર ચીનનું સમુદ્રી સામ્રાજ્ય નથી અને હવે સ્વતંત્ર રાષ્ટ્રોને એક સાથે આવવું પડશે. કોરોનાને કારણે શરૂ થયેલી ચીન-અમેરિકાની કોલ્ડવોર હવે એવા વળાંક પર આવી ગઇ છે જ્યાં બંને દેશોની વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ રહી છે. અમેરિકા તૈયારી કરી ચુક્યું છે. દેશોની સાથે સહયોગ હોય કે પછી યુદ્ધ જહાજોની તૈનાતી અથવા કોન્સુલેટ બંધ કરવાની જાહેરાત, ચીનને ચારેય તરફથી ઘેરવામાં આવ્યું છે. ત્યારે એક જગ્યા જ્યાં સૌથી વધુ તાણાવપૂર્ણ સ્થિતિ છે, તે છે સાઉથ ચાઇના સી. સાઉથ ચાઇના સીમાં અમેરિકાના યુદ્ધજહાજ તૈનાત છે. સતત યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યું છે. અમેરિકા ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા પણ તેમની સમુદ્રી શક્તિ ચીનને દેખાડી ચુક્યા છે અને હવે તેની અસર એ છે કે ચીને પણ મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર એ છે કે, ચીન બે નવા એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર્સ બનાવવામાં લાગ્યું છે. ચીનના બે નવા એરક્રાફ્ટ કેરિયર્સ અત્યાધુનિક તકનીકોથી સજ્જ હશે. તમને જણાવી દઇએ કે, સાઉથ ચાઇના સીમાં અમેરિકાના બે એરક્રાફ્ટ કેરિયર પહેલાથી તૈનાત છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution