મુંબઈ-
દિશા પાટની તેની સુંદરતા અને ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. તેનો સમાવેશ તે અભિનેત્રીઓમાં થાય છે જેમણે ટૂંક સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં સારી ઓળખાણ બનાવી લીધી હોય. એક સર્વે અનુસાર દિશા પાટની 2019ની મોસ્ટ ડિઝાયરેબલ વુમન બની છે. આ વાત તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કહી હતી.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ઓનલાઇન સર્વેમાં દિશાએ 2019ની મોસ્ટ ડિઝાયરેબલ વુમનની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે એક પોસ્ટ કરી પોતાના ચાહકોનો આભાર પણ માન્યો હતો. આ સર્વેમાં ભારતીય મહિલા સેલિબ્રિટીની ટોપ 50 રેન્કિંગ આપવામાં આવી છે. જેમાં દરેક જુદા જુદા ક્ષેત્રની જુદી જુદી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં તેમના દેખાવ, આત્મવિશ્વાસ, પ્રતિભા અને શૈલી પ્રમાણે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. મોસ્ટ ડિઝાયરેબલ વુમનની ટોપ 50 ની યાદીમાં પ્રથમ ક્રમ મેળવવો એ દિશા માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે.
તમને જણાવી દઈએ કે દિશા તેના લુક અને ફિટનેસને લઇને ચર્ચામાં આવી ચૂકી છે. તે ઘણીવાર વર્કઆઉટ કરતા વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તાજેતરમાં જ તેણે 80 કિલો વજન ઉપાડતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. માત્ર આટલું જ નહીં પરંતુ દિશા પાટની જિમ્નેસ્ટિક્સ પણ ખૂબ સારી રીતે કરે છે. તે જિમ્નેસ્ટિક્સમાં ફ્રન્ટ-ફિલ્પ અને બેક-ફ્લિપ પણ મારી શકે છે.
દિશા પાટનીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. સૌ પ્રથમ દિશા પાટનીએ કેડબરી ડેરીમિલ્કની એક એડમાં કામ કર્યું હતું ત્યારબાદ તે 50થી પણ વધુ ટી.વી. એડ્સમાં કામ કરી ચુકી છે. તે સૌ પ્રથમ વખત થિયેટરના પડદા પર સાઉથની એક ફિલ્મ લોકરમાં દેખાય હતી. આ સાથે તે ઘણા બધા મોટા બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસડર પણ છે.