પોરબંદર-
ભાજપ પક્ષે શુક્રવારના રોજ પોરબંદર છાયા નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વૉર્ડ નંબર 13માં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભાજપે અનેક આગેવાનોના પત્ની અને પુત્રને ટિકિટ આપી છે. ત્યારે છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભુતીયાના પુત્રને ટિકિટ ન મળતા તેમને ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પોરબંદરમાં ભાજપથી નારાજ છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયાને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામભાઈએ આમ આદમી પાર્ટીની ટોપી તથા ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. રામભાઈએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પોરબંદરમાં ભ્રષ્ટાચાર અને સમાજમાં ફેલાયેલી ગંદકી દૂર કરશે અને 13 વૉર્ડની 52 બેઠકમાં પાર્ટીના ઉમેદવારો ઉભા રાખીને ચૂંટણી લડશે.