આગામી દિપાવલી, નૂતનવર્ષને અનુલક્ષીને તા.૧૩.૧૧ થી તા.૧૬.૧૧ દરમ્યાન શ્રીજી દ્વારકાધીશનાં વિવિધ દર્શનોનો લાભ સરકારની ગાઈડ લાઈન મુજબ ભાવીકો લઈ શકશે તેમ દ્વારકાધીશ મંદિર અને પ્રાંત અધિકારીએ એક જાહેર વિજ્ઞાપ્તી દ્વારા જણાવ્યા અનુસાર તા.૧૩.૧૧અને શુક્રવારે ધનતેરસનાં નિત્યક્રમ મૂજબના દર્શન અને તા.૧૪.૧૧ ને શનિવારે રૂપચૌદશ અને દિપાવલીએ સવારે ૫.૩૦ કલાકે મંગલા આરતી, તેમજ નિત્યક્રમ મુજબ બપોરે ૧ કલાકે મંદિર બંધ થશે જયારે ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે થશે, રાત્રે ૮ થી ૮.૩૦ હાટડી દર્શન રાત્રે ૯.૪૫ કલાકે મંદિર બંધ થશે. તા.૧૫.૧૧ને રવિવારે નૂતનવર્ષ અન્નકૂટ ઉત્સવ સવારે ૬ કલાકે મંગલા આરતી, ત્યારબાદ નિત્યક્રમ મુજબ શ્રીજીના દર્શન થશે સાંજે ૫ થી ૭ અન્નકુટ દર્શન જયારે રાત્રે ૯.૪૫ કલાકે મંદિર અનોસર (બંધ થશે) તા.૧૬.૧૧ને સોમવારે ભાઈબીજે સવારે ૭ કલાકે મંગળા આરતી તેમજ નિત્ય ક્રમ મુજબ દ્વારકાધીશનાં દર્શન થશે.