દિમાગ કા લોચા!!

ગ્રીક પૌરાણિક કથાઓમાં સિસિફસ નામના રાજાનો ઉલ્લેખ છે. તેને એક અનોખી સજા મળી હતી. પર્વતની ટોચ પર પથ્થર લઈ જવાની સજા. હવે થઈ રહ્યું હતું એવું કે સિસિફસ પથ્થર સાથે ટોચ પર પહોંચતો અને પથ્થર ફરી નીચે આવી જતો હતો! કારણ કે સિસિફસને આ સજા અનંતકાળ માટે મળી હતી. સ્વાભાવિક છે કે આ કામમાં રાજાને કોઈ આનંદ મળતો ન હતો, પરંતુ કેટલાક લોકો આ દુનિયામાં એવાં પણ છે જેને મુશ્કેલ કામ કરવામાં ઘણી મજા આવે છે. તે પણ કોઈ સજા વિના. પછી ભલે તે ઊંચા પહાડો પર ચડવાનું હોય કે પછી ૨૬ માઈલ એટલે કે લગભગ ૪૨ કિલોમીટરની મેરેથોન દોડવી હોય. આ એવાં કામ છે જેનાથી કંઈ પ્રાપ્ત થતું નથી, તો પણ લોકો તે કરે છે. પણ એવું કેમ? એની પાછળ મગજનો લોચો છે!

થોડા વર્ષો પહેલા નેટફ્લિક્સના ચીફ એક્ઝિક્યુટિવ રીડ હેસ્ટિંગે એક ઇન્ટરેસ્ટિંગ વાત કહી હતી. તેમણે એવું કહ્યું હતું કે નેટફ્લિક્સની સૌથી મોટી સ્પર્ધા માનવ ઊંઘ સાથે છે! તેમનો કહેવાનો અર્થ એ હતો કે આ પ્લેટફોર્મ પર લોકો જેટલા લાંબા સમય સુધી શો જોશે, કંપનીને એટલો જ વધુ ફાયદો થશે. કારણ કે આપણી વચ્ચે એવાં ઘણા લોકો છે જેઓ ઓટીટી પર સિરીઝ પૂરી કરવા માટે આખી રાત જાગીને પણ જોઈ કાઢે છે.

આવી જ રીતે ફોન પર વીડિયો અને રીલ જોવાના ચાહકોની કોઈ કમી નથી. ઘણા લોકો થોડી થોડી મિનિટોમાં સોશિયલ મીડિયા જોયાં રાખે છે. તેમનું મન આવું કરવા તેમને ખેંચે છે. એક વ્યસન જેવું છે, પરંતુ તમે સમજી લેજો - ફોન પર સતત સોશિયલ મીડિયા પર ચીપકી રહેવાની આદત હોય કે પછી ઊંચા પહાડો ચડવાની ઈચ્છા થતી હોય. આ બધાની પાછળ એક હોર્મોન છે, જેનું નામ છે ડોપામાઈન. વાસ્તવમાં ડોપામાઇન મગજમાં બનતું એક એવું રસાયણ છે જે તમને હેપ્પિનેસ આપે છે, ખુશ રાખે રાખે છે. આ આપણા મગજની 'રિવાર્ડ સિસ્ટમ'નો એક ભાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે નવી નવી વસ્તુનું શોપિંગ કરીએ અથવા કંઈક સારું ખાવાથી જે આનંદ અનુભવીએ છીએ તે આના કારણે છે. આને ‘ડોપામાઈન રસ’ કહે છે.

અલબત્ત, એક પ્રકારના લોકો ફોનનો ઉપયોગ કરીને મજા માણે છે. તેમાં સુવિધા અને આરામ છે. તો બીજા પ્રકારના લોકો જાણી જોઈને મુશ્કેલ કામ કરવાનું પસંદ કરે છે અને તેમાં પણ આનંદ માણે છે.

ચાલો આને એક પ્રખ્યાત ફર્નિચર કંપનીના ઉદાહરણથી સમજીએ. ૈંાીટ્ઠ, જે સ્વીડિશ કંપની છે. તેની એક્સેસરીઝમાં કંઈક ખાસ છે. લોકો તેનું ફર્નિચર ખરીદે છે અને તેને ઘરે જાતે બનાવે છે. એટલે કે લોકોને નટ-બોલ્ટ અને લાકડું આપવામાં આવે છે. તૈયાર ફર્નિચર નહીં. આમ છતાં લોકો તેને ખરીદે છે. તૈયાર ફર્નિચર ખરીદવાને બદલે તેઓ તેને ઘરે જાતે બનાવવાની મુશ્કેલી પણ ઊઠાવે છે. જર્નલ ઑફ કન્ઝ્યુમર સાયકોલોજીમાં આ અંગેનું એક સંશોધન પણ પ્રકાશિત થયું હતું. આને ૈંાીટ્ઠ અસર કહેવાય છે. એવું કહેવામાં આવ્યું છે કે લોકો સખત મહેનત સાથે કરવામાં આવેલી દરેક બાબતને મૂલ્યવાન વધારે આંકે છે.

મતલબ કે એક તરફ આપણે આરામદાયક વસ્તુઓમાં આનંદ માણીએ છીએ. તેવી જ રીતે આપણે સખત મહેનતથી કરેલા કાર્યોનો પણ ખૂબ આનંદ ઊઠાવીએ છીએ. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સાયકોલોજિસ્ટ માઈકલ ઈનલિચ આને ‘એફર્ડ્સ પેરેડૉક્સ’ કહે છે. મતલબ કે કોઈ એવી વાત જે સામાન્ય સમજ મુજબ યોગ્ય લાગે છે, પરંતુ તેનાંથી ઊલટું પણ બરાબર લાગે છે. તેમના મતે આ બંને વસ્તુઓ એકસાથે જોવા મળે છે. આપણને આળસ અને આરામ ગમે છે, પરંતુ સખત મહેનત કરવી પણ ગમે છે. અને આ પસંદગી ઊંચા પહાડો ચડવા સુધી સીમિત નથી.

લોકો તો મુશ્કેલ કોયડાઓ ઉકેલવામાં પણ મજા લે છે. ભલે ઉકેલ મળતો ન હોય, આમ છતાં કલાકો સુધી લાગેલા રહે છે. આનો અર્થ એ છે કે લોકો પ્રયાસ કરવામાં પણ આનંદ અનુભવે છે. જરા કાવ્યાત્મક રીતે કહીએ તો - સફર ખુબસુરત છે, મંઝિલ કરતાં પણ. આ ડોપામાઇન આપણને કોઈક વસ્તુમાં વ્યસ્ત રઅને ડૂબેલા રહેવા પ્રેરે છે.

હવે લમણે એક સવાલ પૂછું. તમારી સામે બે સરળ વિકલ્પો મૂકવામાં આવ્યા છે. એક ગુલાબ જાંબુન જોઈતું હોય તો તમે હમણાં લઈ શકો છો. અથવા થોડા સમય રાહ જૂઓ તો પછી બે ગુલાબ જાંબુન લઈ શકશો. તમે કયો વિકલ્પ પસંદ કરશો? એકવાર આવો જ પ્રયોગ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો. જેને 'સ્ટેનફોર્ડ માર્શમેલો એક્સપેરિમેન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગ મનોવિજ્ઞાની વોલ્ટર મિશેલે વર્ષ ૧૯૭૦માં કર્યો હતો. જેમાં બાળકોને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. ગુલાબ જાંબુનની જગ્યાએ માર્શમેલો (અમેરિકન સ્વીટ) હતા. બાળકોને પૂછવામાં આવ્યું કે એક હમણાં કે બે પછી?

પ્રયોગમાં જોવા મળ્યું કે કેટલાક બાળકોએ તરત જ મીઠાઈ ખાઈ લીધી, પરંતુ કેટલાક એવા હતાં જેમણે રાહ જોવાની પાંદ કર્યું હતું. જેથી તેઓ બે મીઠાઈ મેળવી શકે. જે વસ્તુને સમજવા માટે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો તેને વિજ્ઞાનની ભાષામાં 'ડીલેડ ગ્રેટીફિકેશન' કહે છે. મતલબ કે તમને સુખ મળશે પણ હમણાં નહીં.

'ડીલેડ ગ્રેટીફિકેશન' પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે - રાહ જોયા પછી જ્યારે મોટું ઈનામ મળે છે ત્યારે ડોપામાઇનનું સ્તર ધીમે ધીમે વધે છે. જેના કારણે ધીરજ અને દ્રઢતાની લાગણી સર્જાય છે. સાથે આનંદનો અનુભવ પણ થાય છે, પરંતુ આવું હંમેશા થતું નથી. ડોપામાઈન માટે કોઈ કામ વારંવાર કરવાથી તેની ખરાબ અસર પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ફોનનું વ્યસન, પોર્નનું વ્યસન વગેરે.

આવી આદતો વિશે, એમોરી યુનિવર્સિટીના મનોવિજ્ઞાની અને લેખક કેનેથ કાર્ટર કહે છે - લોકો થીજી ગયેલા બરફના ઝરણાં પર ચઢે છે. જેનો કોઈ અર્થ નથી. જ્યારે હાઈવે પર દોડીને પણ થાકનો આનંદ માણી શકાય છે. આ બધું એક પડકાર તરીકે લેવામાં આવે છે. જે લોકોને વધુ જોખમ લેવું ગમે છે તેઓમાં આવા જોખમી સ્થળોએ ડોપામાઈનનું પ્રમાણ વધુ હોય છે. સાથે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ પણ ઓછું રહે છે.

કેટલાક કામો કંટાળાથી બચવા માટે પણ કરવામાં આવે છે. ભલે બદલામાં દુઃખ મળતું હોય! ઉદાહરણ તરીકે, પ્રયોગોમાં જોવામાં આવ્યું છે કે લોકો કંટાળાને ટાળવા માટે પૈસા પણ ખર્ચી શકે છે. કંટાળાને દૂર કરવા માટે કેટલાક પોતાને ઇલેક્ટ્રિક શોક પણ આપે છે. આવું જોવામાં આવ્યું છે!

જર્નલ ઑફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર, લોકો કંઈ ન કરવાને બદલે માનસિક રીતે મુશ્કેલ કામ કરવાનું એકવાર પસંદ કરી લે છે. તમે જોયું હશે, જ્યારે ફોનની બેટરી ખતમ થઈ જાય છે અને ટાઈમપાસ કરવા માટે કંઈ હોતું નથી, ત્યારે લોકો અખબારમાં મુશ્કેલ કોયડાઓ ભરવાનું શરૂ કરી દે છે. મતલબ કે કંટાળાને ટાળવા માટે મુશ્કેલ કામ પણ કરી લઈશું.

આ બધા ઉદાહરણો પરથી એટલું સમજી શકાય છે કે બદલાતા હોર્મોન્સ અને ખુશીનો અનુભવ લોકોને મુશ્કેલ કાર્યોમાં પણ મળે છે. પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે માણસનું વર્તન માત્ર બે-ચાર કારણો દ્વારા સમજી શકાય નહીં. હા, આવા કેટલાક કારણો હોઈ શકે છે. અચ્છા, તમે જણાવો જોઈ - તમને મુશ્કેલ કામ કરવામાં મજા આવે છે કે સરળ?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution