ડેલિગેટ પેમેન્ટ ફીચર ઉમેરાયા બાદ ડિજિટલ વ્યવહારો વધુ વધી શકે



ભારતમાં ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં સૌથી ઉપયોગી સાધન સાબિત થયેલી ેંઁૈં સેવા હવે વધુ મજેદાર બનવા જઈ રહી છે. તાજેતરની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ, રિઝર્વ બેંકે ેંઁૈં સંબંધિત નવી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના દ્વારા હવે સમગ્ર પરિવાર એકસાથે ેંઁૈંનો ઉપયોગ કરી શકશે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ અઠવાડિયે યોજાયેલી સ્ઁઝ્રની બેઠક બાદ જારી નિવેદનમાં ેંઁૈંની નવી સેવા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સ્ઁઝ્રએ ેંઁૈં દ્વારા ટેક્સ પેમેન્ટની મર્યાદા ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવાનો ર્નિણય લીધો છે. આ સિવાય ડેલિગેટેડ ેંઁૈં પેમેન્ટ શરૂ કરવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે.

આ અંગે રિઝર્વ બેંકે કહ્યું કે ેંઁૈં માટે ડેલિગેટેડ પેમેન્ટનો પ્રસ્તાવ છે. આ સુવિધા હેઠળ, વપરાશકર્તા અન્ય વપરાશકર્તા (ડેલિગેટ)ને તેના ખાતામાંથી વ્યવહારો કરવાની મંજૂરી આપી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ેંઁૈં સાથે ડેલિગેટ પેમેન્ટ ફીચર ઉમેરાયા બાદ ડિજિટલ વ્યવહારો વધુ વધી શકે છે.

ેંઁૈંના આ પ્રસ્તાવિત ફીચરને આ રીતે સમજી શકાય છે. ધારો કે અત્યારે તમારી પાસે ેંઁૈં ખાતું છે, જેની સાથે તમારું બેંક ખાતું જાેડાયેલ છે. અત્યારે તેનો ઉપયોગ તમારા દ્વારા અથવા તમારા ફોનનો ઉપયોગ કરતી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરી શકાય છે. નવા ફીચરની શરૂઆત સાથે, તમે તમારા બેંક ખાતામાંથી અન્ય વ્યક્તિને ેંઁૈં પેમેન્ટ કરવાની સુવિધા આપી શકશો. તમે તમારા બેંક ખાતામાંથી ેંઁૈં ચુકવણી કરવા માટે અન્ય વપરાશકર્તા (ડેલિગેટ)ને અધિકૃત (છેંર્રિૈડી)કરી શકશો.

રિઝર્વ બેંક દ્વારા પ્રસ્તાવિત આ સુવિધા સાથે, તમારા બાળકો, માતાપિતા જેવા ઘણા વપરાશકર્તાઓને તમારા બેંક ખાતામાંથી ેંઁૈં ચુકવણી કરવાની સુવિધા મળશે. તમારા બેંક ખાતામાંથી અન્ય વ્યક્તિ ેંઁૈં ચુકવણી કરી શકે તે મર્યાદા પ્રાથમિક વપરાશકર્તા એટલે કે તમે જાતે સેટ કરી શકો છો. હાલમાં, ેંઁૈં દ્વારા દરરોજ લગભગ ૫૦ કરોડ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. આ નવા ફીચરના આવ્યા બાદ તેની સ્પીડ વધુ વધશે. નોંધનિય છે કે, નોટબંધી બાદ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટો ઉછાળો આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution