ભારતમાં રોજગારીની પૂરતી તકો ઊભી કરવામાં મુશ્કેલી ઃ સરકારે આવા રિપોર્ટને ફગાવી દીધો



સિટીગ્રુપના રિપોર્ટ અનુસાર ભારતમાં આગામી ૧૦ વર્ષમાં રોજગારીની પૂરતી તકો ઊભી કરવામાં મુશ્કેલી પડી શકે છે. આ અંગે કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે સિટી ગ્રુપના ડેટા એકત્ર કરવાના ધોરણો યોગ્ય નથી. મંત્રાલયે કહ્યું કે દર વર્ષે બે કરોડ રોજગારીની તકો ઊભી થઈ રહી છે. સરકારે આવા રિપોર્ટને ફગાવી દીધો છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે સિટીગ્રુપના અહેવાલને નકારી કાઢ્યો છે, જેમાં ભારતમાં રોજગારની તકો સર્જવાની ગતિ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સિટીગ્રુપનો રિપોર્ટ કહે છે કે જાે આગામી ૧૦ વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર ૭% રહેશે તો પણ ભારતમાં વધતા કર્મચારીઓ માટે પૂરતી નોકરીઓ ઊભી કરવી મુશ્કેલ બનશે. મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે 'સિટીગ્રુપના અહેવાલમાં સકારાત્મક વલણો અને સત્તાવાર સ્ત્રોતોમાંથી ડેટાને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી.' સિટીગ્રુપના અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી દાયકામાં ભારતે શ્રમ બજારમાં આવતા નવા લોકો માટે દર વર્ષે લગભગ ૧.૨૦ કરોડ રોજગારીની તકો ઊભી કરવી પડશે, પરંતુ જાે જીડીપી વૃદ્ધિ ૭% પર ચાલુ રહે તો પણ ભારત દર વર્ષે ૮૦-૯૦ લાખ નોકરીઓ જ સર્જી શકે છે.

જાેકે, સિટીગ્રુપના રિપોર્ટના જવાબમાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં રોજગાર અંગેના સિટીગ્રુપના અહેવાલમાં પીરિયોડિક લેબર ફોર્સ સર્વેક્ષણ અને ઇમ્ૈંના દ્ભન્ઈસ્જી ડેટા જેવા સત્તાવાર સ્ત્રોતોમાંથી હકારાત્મક રોજગાર ડેટાને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. તેથી શ્રમ અને રોજગાર મંત્રાલય આવા અહેવાલોને સખત રીતે નકારી કાઢે છે જે જાહેરમાં ઉપલબ્ધ તમામ સત્તાવાર ડેટા સ્ત્રોતોનું વિશ્લેષણ કરતા નથી.

ઁન્હ્લજી અને ઇમ્ૈંના દ્ભન્ઈસ્જી ડેટાને ટાંકીને મંત્રાલયે કહ્યું કે, ભારતે ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ વચ્ચે ૮ કરોડથી વધુ રોજગારીની તકો ઊભી કરી છે. સરેરાશ દર વર્ષે ૨ કરોડથી વધુ નોકરીઓ ઉત્પન્ન થઈ છે, તે પણ એવા સમયે રોજગારનું સર્જન થયું હતું જ્યારે ૨૦૨૦-૨૧માં કોવિડ દ્વારા વિશ્વની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો હતો. આ સિટીગ્રુપને ખોટું સાબિત કરે છે કે ભારતમાં પૂરતી રોજગારી પેદા કરવાની ક્ષમતા નથી. મંત્રાલયે કહ્યું હતું કે, વાર્ષિક ઁન્હ્લજી રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ વચ્ચે વર્કર પોપ્યુલેશન રેશિયો એટલે કે રોજગાર ૪૬.૮%થી વધીને ૫૬% થયો છે. લેબર ફોર્સની ભાગીદારી ૪૯.૮% થી વધીને ૫૭.૯% થઈ. બેરોજગારીનો દર ૬% થી ઘટીને ૩.૨% થયો. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી અનુસાર, મે મહિનામાં બેરોજગારીનો દર ૯.૨% હતો, જે ૮ મહિનામાં સૌથી વધુ હતો. તેમના મતે, ૨૦-૨૪ વર્ષની વયના લોકોમાં બેરોજગારીનો દર ૪૦% કરતા વધુ છે. સિટીગ્રુપના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ પહેલાની સરખામણીમાં હવે સંગઠિત ક્ષેત્રમાં ઓછા લોકો કામ કરી રહ્યા છે અને ૨૦૨૩માં માત્ર ૨૫.૭% લોકો જ ઔપચારિક ક્ષેત્રમાં હતા અને આ ૧૮ વર્ષમાં સૌથી ઓછું છે. તેના પર મંત્રાલયે કહ્યું હતું કે, ઈઁર્હ્લં ડેટા દર્શાવે છે કે વધુ લોકો ફોર્મલ જાેબ્સમાં આવી રહ્યા છે. છેલ્લા સાડા છ વર્ષમાં ૬.૨ કરોડથી વધુ નેટ સબસ્ક્રાઈબર્સ ઈઁર્હ્લં સાથે જાેડાયા છે. નેશનલ પેન્શન સિસ્ટમ ડેટા દર્શાવે છે કે ૨૦૨૩-૨૪માં સરકાર હેઠળ દ્ગઁજીમાં ૭.૭૫ લાખથી વધુ નવા સબસ્ક્રાઈબર્સ જાેડાયા હતા. આ સંખ્યા ૨૦૨૨-૨૩ની સરખામણીમાં ૩૦% વધુ છે. આ જાહેર ક્ષેત્રની ખાલી જગ્યાઓ સમયસર ભરવા માટે સરકારના પગલાં દર્શાવે છે.

મંત્રાલયે કહ્યું હતું કે, ખાનગી ડેટા સ્ત્રોતોમાં ઘણી ખામીઓ છે. આ સર્વેક્ષણો રોજગાર-બેરોજગારીની પોતાની વ્યાખ્યાનો ઉપયોગ કરે છે, જે ન તો રાષ્ટ્રીય ધોરણ પ્રમાણે છે કે ન તો આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે. મંત્રાલયે ઉમેર્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ તેમજ ગિગ અને પ્લેટફોર્મ ઈકોનોમી જેવા ઘણા ક્ષેત્રોમાં ઉભરતી તકો ભવિષ્યમાં સારી સંભાવનાઓ દર્શાવે છે. સરકાર મજબૂત અને સમાવિષ્ટ જાેબ માર્કેટ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને પુરાવા દર્શાવે છે કે નક્કર પ્રગતિ થઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution