બોડેલી સેવા સદનમાં એન્ટ્રી લેતા જ વરસાદી પાણી ભરાતા કામ અર્થે આવતા લોકોને મુશ્કેલી


બોડેલી,,તા.૩૦

બોડેલી સેવા સદન જ્યાં રોજના હજારો લોકોને અવર-જવર હોય છે સાથે સાથે ત્યાં કોર્ટ ની બિલ્ડીંગ પણ આવેલી છે તાલુકા પંચાયતની કચેરી પણ આવેલી હોય ત્યારે પોતાના કામ અર્થે આવતા લોકોને વરસાદી પાણીના ખાડામાં થી પસાર થવું પડે છે જેને લઈને લોકોને ખૂબ આ હાલાકી પડી રહી છે કામ અર્થે અહીં બોડેલી સહિત આજુબાજુના ૧૦૦ કરતા વધુ ગામના લોકો આવતા હોય છે ત્યાં જ સેવાસદન ગેટ પાસે જ વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને અને અહીંથી કામ અર્થે આવતા લોકોને ખૂબ હાલાકી વેઠવા નો વારો આવ્યો છે ત્યારે અહીં કામ અર્થે આવતા લોકો જણાઈ રહ્યા છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે અને ખાડા પૂરવામાં આવે તેમ જણાઈ રહ્યા છે બોડેલી સેવા સદન માં એન્ટ્રી લેતા જ વરસાદી પાણી ભરાતા કામ અર્થે આવતા લોકોને મુશ્કેલી જાેવા મળી રહી છે હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં જ બોડેલી સેવાસદન બિલ્ડીંગ ની આગળ વરસાદી પાણી ભરાયા જાેવા મળી રહ્યા છે અહીંથી કામ અર્થે આવતા લોકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution