વેલ્યુ ફંડ અને કોન્ટ્રા ફંડ વચ્ચેનો તફાવત

ગતાંકમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની કેટલીક જુદી જુદી સ્કીમ્સને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. હવે આ જ વિષય ઉપર અન્ય સ્કીમ્સ વિષે જાણીએ...

• વેલ્યુ ફંડ- વેલ્યુ ફંડ્‌સ એવા સ્ટોક્સની શોધ હોય છે જેનું હાલમાં ઓછું મૂલ્ય હોય પરંતુ સમય જતાં સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

• કોન્ટ્રા ફંડ - કોન્ટ્રા ફંડ્‌સ એ બજાર પર વિરોધાભાસી દૃષ્ટિકોણ ધરાવે છે. અંડરપરફોર્મિંગ સ્ટોક્સ અને સેક્ટર્સને નીચા ભાવે પસંદ કરવામાં આવે છે.

‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’ વર્ગીકરણ પર જીઈમ્ૈંની માર્ગદર્શિકા મુજબ એક ફંડ હાઉસ કાં તો કોન્ટ્રા ફંડ અથવા વેલ્યુ ફંડ ઓફર કરી શકે છે, બંને નહીં...

• ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ઈન્જીજી)

• આપણે જાણીએ જ છીએ કે, ‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’ નો ઉદ્દેશ્ય સામાન્ય રીતે લાંબાગાળે ઉચ્ચ વળતર મેળવવાનો હોય છે. એમાં પણ જાે કર-વેરામાં છૂટનો લાભ મળતો હોય તો રોકાણકારો તે લાભ કેમ છોડી શકે! ‘ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ(ઈન્જીજી)’માં આવકવેરા કાયદાની કલમ ૮૦-જી હેઠળ રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની કપાત માટે પાત્ર છે, ઈન્જીજીમાં આ રકમનું રોકાણ કરીને, વ્યક્તિ ટેક્સમાં વાર્ષિક રૂ. ૪૬,૮૦૦ સુધીની બચત કરી શકે છે. જે તેને રોકાણકારો માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.

• પરંપરાગત કર બચત સાધનો સામાન્ય રીતે નિશ્ચિત વળતર આપે છે, નિશ્ચિત વળતર ધરાવતા રોકાણો મુખ્યત્વે ૮% -૮.૨૫ % વળતરનું વચન આપે છે, ફુગાવાને બાદ કરતાં વાસ્તવિક વળતર માત્ર ૨ %-૨.૨૫ % જ રહેશે. બીજી બાજુ, ‘ઈન્જીજી ફંડ્‌સ’ ઇક્વિટીમાં રોકાણ કરે છે તેથી, લાંબાગાળે વ્યવસ્થિત(ઉચ્ચ) વળતર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ‘ઈન્જીજી ફંડ્‌સ’ ત્રણ વર્ષનો સૌથી ટૂંકો લોક-ઇન સમયગાળો ધરાવે છે. ‘ઈન્જીજી ફંડ્‌સ’ સંપત્તિ સર્જન સાથે કર બચત એમ બે હેતુ પૂરા કરે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની વિશેષતાઓઃ

• ઈન્જીજી ફંડ્‌સ માર્કેટ-લિંક્ડ રિટર્ન ઓફર કરે છે, આ સ્કીમ્સમાં એકત્રિત ભંડોળના ઓછામાંઓછા ૮૦ % રકમનું ઇક્વિટીમાં રોકાણ કરે છે.

• ઈન્જીજી ફંડ્‌સ સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રોમાંથી અલગ-અલગ ઇક્વિટીમાં રોકાણ કરે છે, જેનાથી રોકાણોમાં વિવિધતાના લાભ મળે છે અને એકાગ્રતાનં જાેખમો ઘટે છે. આ ફંડ્‌સ મુખ્યત્વે લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે, તમામ માર્કેટ કેપિટલાઇઝેશન(મોટા, મિડ અને સ્મોલ કેપ્સ) અને સેક્ટરમાંથી શેરોની પસંદગી કરવામાં આવે છે. આ ભંડોળનો હેતુ લાંબા ગાળે મૂડી વૃદ્ધિને મહત્તમ કરવાનો છે. ફંડ મેનેજર શ્રેષ્ઠ જાેખમ-સમાયોજિત પોર્ટફોલિયો વળતર આપવા માટે ઊંડાણપૂર્વકનું બજાર સંશોધન કર્યા પછી સ્ટોક્સ પસંદ કરે છે.

• જાે રોકાણકાર બજારની વધઘટને સહન કરી શકે, તો તેણે ઈન્જીજી ફંડ્‌સમાં વધારે એક્સ્પોઝર રાખવું જાેઈએ. રોકાણ માત્ર કર હેતુઓ માટે કરવાને બદલે ધ્યેયની જરૂરિયાતો અને એસેટ-એલોકેશનની યોગ્યતાનાં આધારે કરવા જાેઈએ. ઈન્જીજી ફંડ્‌સ આ ત્રણેય માપદંડોને સંતોષે છે.

• સેક્ટર સ્પેસિફિક ફંડઃ

• સેક્ટર સ્પેસિફિક ફંડ અર્થતંત્રના ચોક્કસ સેક્ટરમાં રોકાણ કરે છે.

• સેક્ટર સ્પેસિફિક ફંડ અર્થતંત્રના માત્ર એક સેક્ટર પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, તેથી વૈવિધ્યકરણને મર્યાદિત કરે છે, અને તેથી આને જાેખમી પણ કહેવાય છે.

• સેક્ટર સ્પેસિફિક ફંડમાં રોકાણનો સમય મહત્વપૂર્ણ છે, કારણ કે ક્ષેત્રોની કામગીરી ચક્રીય હોય છે.

• સેક્ટર સ્પેસિફિક ફંડ્‌સના ઉદાહરણોઃ

• ફાર્મા અને હેલ્થકેર સેક્ટર

• બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટર

• હ્લસ્ઝ્રય્ (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌સ) અને સંબંધિત ક્ષેત્રો

• ટેકનોલોજી અને સંબંધિત ક્ષેત્રો

• પાવર અને સંબંધિત ક્ષેત્રો

• ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રો

• ઓટોમોબાઇલ્સ અને સંબંધિત ક્ષેત્રો

• થિમેટિક ફંડ્‌સઃ

• સેબીની માર્ગદર્શિકા મુજબ, થીમેટિક ફંડે એકત્રિત ભંડોળના લઘુત્તમ ૮૦ % રોકાણ વિશિષ્ટ થીમના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં કરવું પડે છે.

• ઘણા લોકો સેક્ટરલ અને થીમેટિક ફંડ્‌સ સમાન હોવાનું માને છે, પરંતુ બંને વચ્ચે તફાવત છે. સેક્ટોરલ ફંડ્‌સ માત્ર એક ચોક્કસ સેક્ટરમાં રોકાણ કરે છે, જયારે થીમેટિક ફંડ્‌સ ચોક્કસ થીમને આધારે વિવિધ સેક્ટરમાં રોકાણ કરે છે.

• થિમેટિક ફંડ્‌સ એવા ઉદ્યોગોમાં કંપનીઓના શેરો પસંદ કરે છે જે કોઈ ચોક્કસ થીમથી સંબંધિત હોય, તેઓ સેક્ટરલ ફંડ્‌સ કરતાં વધુ વૈવિધ્યસભર છે અને તેથી સેક્ટરલ ફંડ્‌સ કરતાં ઓછું જાેખમ ધરાવે છે.

• થીમેટિક ફંડ્‌સમાંથી મૂડીની વૃદ્ધિ મેળવવા માંગતા રોકાણકારોને લાંબા ગાળાના રોકાણની ક્ષિતિજની જરૂર પડી શકે છે.

• જાે કોઈ રોકાણકાર થીમેટિક/સેક્ટોરલ ફંડ્‌સમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યો હોય, તો તેણે આ વિશે પૂરતું સંશોધન કરીને જ ર્નિણય લેવો જાેઈએ

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution