દિયા મિર્ઝાએ પ્રેગ્રેંસી પર સવાલ ઉઠાવી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો

હૈદરાબાદ 

વૈભવ રેખી સાથે લગ્ન કર્યા બાદ દિયા મિર્ઝાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, તે તેના પહેલા સંતાનની માતા બનવાની છે. તેઓને આ સારા સમાચાર વિશે સતત અભિનંદનના સંદેશાઓ મળી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકોએ તેના લગ્નના થોડા દિવસો પછી તેની પ્રેગ્રેંસીની ઘોષણા અંગે સવાલ ઉઠાવ્યા છે.એક ઇન્સ્ટાગ્રામ યુઝરે તેની એક પોસ્ટ પર કમેન્ટ કરીતા. તેમણે લખ્યું, "તે ખૂબ સારું છે, અભિનંદન." પરંતુ સમસ્યા એ છે કે દીયા મિર્ઝાએ રૂઢિયોને તોડવાનો પ્રયાસ કર્યો છે. તે લગ્ન પહેલાં તેની પ્રેગ્રેંસીની ઘોષણા કેમ કરી શકતી ન હતી ?

શું લગ્ન પછી જ પ્રેગ્રનેન્ટ થવું જરૂરી છે ? સ્ત્રીઓ લગ્ન પહેલાં પ્રેગ્રનેન્ટ કેમ નથી થઈ શકતી? 'લગ્નનો પ્રેગ્રેંસીની સાથે કોઇ સંબંધ નથી ઇન્સ્ટાગ્રામ યુઝરને જવાબ આપતાં દીયાએ કમેન્ટના વિભાગમાં લખ્યું કે, "રસપ્રદ પ્રશ્ન છે." પ્રથમ તો એ સમજવું મહત્વપૂર્ણ છે કે, આપણે લગ્ન એટલે નથી કરતાં કારણ કે, આપણે બાળકો ઇચ્છતા હોઈએ છીએ. અમે લગ્ન કરીએ છીએ કારણ કે, આપણે પરસ્પર સંમતિથી નિર્ણય કર્યો છે કે, આપણે સાથે જીવન જીવવું છે. જ્યારે અમે અમારા લગ્નની યોજના બનાવી રહ્યા હતા ત્યારે મને ખબર પડી કે હું પ્રેગ્રનેન્ટ છું. લગ્નની યોજના તો અમારી પહેલાથી જ હતી. લગ્નનો મારી પ્રેગ્રેંસીની સાથે કોઈ સંબંધ નથી. દિયાએ આગળ લખ્યું કે, "મેં પોતાની પ્રેગ્રેંસીને ત્યાં સુધી અનાઉંસ નતી કરી શકતી જ્યાં સુધી હું તબીબી ક્ષેત્રે તેની તપાસ ના કરાવી લઉં. મારા માટે આ ખુશીનો પ્રસંગ છે. મેં આની માટે ઘણાં વર્ષોથી રાહ જોઇ હતી.''

 સુંદર ફોટો દીયાએ શેર કરેલી તસવીરમાં તે પિંક કલરનો ફ્લોરલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. દિયા મલ્લાદીવમાં બીચની કિનારે છે. દીયાનો સૂરજ સાથેનો ફોટો ખૂબ જ સુંદર છે. તસવીર શેર કરતી વખતે દીયાએ ખૂબ જ સુંદર સંદેશ પણ લખ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution