ડભોઇ,તા. ૩૦.
ડભોઇ તાલુકાના ગોઝાલી ગામે નવીનગરી વિસ્તારમાં ધૂટણ સામા પાણી ભરાતા પાણીના નિકાલ માટે શિક્ષણ સમિતિ ચેરમેને જે.સી.બી.ની મદદ્દથી પાણીનો નિકાલ કરાવ્યો હતો. ડભોઇ ઢાઢર નદી માં પૂર ની સ્થીતી વચ્ચે ગત રાત્રીના ડભોઇ તાલુકાના ગોઝાલી ગામે આવેલ નવીનગરી વિસ્તારમાં પાણી ભરાયા હતા નદીમાં મગર સહિત જળચર પ્રાણીનો ભય વધતાં તાત્કાલીક ધોરણે શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ ધટના સ્થળે દોડી જે.સી.બી.ની મદદ્દ થી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પાણીનો નિકાલ થતાં ગ્રામજનો એ આનંદ વ્યક્ત કર્યો હતો.ડભોઇ ઢાઢર નદીમાં ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે પૂરની પરિસ્થીતી ઊભી થઈ હતી અનેક નીચાણ વાડા ગામો માં પાણી ભરાયા હતા. બંબોજ, દંગીવાડા સહિત ૫ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.