ધોળકા-
ધોળકામાં સ્મશાનના હોજમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ધોળકાના મઘીયા વિસ્તારમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે અને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જાેવા મળ્યા હતા. આ મામલે ધોળકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ધોળકાના મઘીયા વિસ્તારમાં દેવીપૂજક સમાજના સ્મશાનમાંથી હત્યા કરાયેલ હાલતમાં આધેડની લાશ મળી આવી છે. મૃતકની લાશ સ્મશાનમાં આવેલ પાણીના હોજ પડેલી હતી. ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
આ યુવકને અજાણ્યા હત્યારાઓએ માથાના ભાગે બરડાના ભાગે માર મારી લોહી લુવાણ કરી આશરે ૫૦ ફૂટ દૂર ઢસડીને પાણીના હોજમાં નાંખી દીધેલ હોવાનું ધોળકા પોલીસનું અનુમાન છે. ધોળકા પોલીસે મૃતકના સગાઓને બોલાવી આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનેલા યુવક આશરે ૫૦ વર્ષની ઉંમરનો છે. આ યુવક ધોળકા તાલુકાના વીરડી ગામનો વતની છે. અને હાલ ધોળકાના મઘીયા વિસ્તારમાં આવેલી શાંતિકુંજ સોસાયટીમાં રહે છે. જાેકે સ્મશાનમાં લાશ મળી આવતા લોકોના ટોળા સ્મશાન ખાતે એકઠા થઇ ગયા હતા. પોલીસ સૂત્રો અનુસાર આધેડની હત્યા કર્યા બાદ તેની લાશને સ્મશાનનાં હોજમાં નાંખી દેવાની ઘટનામાં એકથી વધુ લોકો સામેલ હોઇ શકે છે.