વડોદરાની ધ્વનિ શાહે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

વડોદરા

વડોદરાની વિદ્યાર્થિની ધ્વનિ શાહે કેન્દ્રીય બોર્ડની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૮.૬ ટકા સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ધ્વનિ, વિખ્યાત મેડિકલ પ્રોફેશનલ્સ ડૉ.વ્રજેશ શાહ અને ડૉ. નિરાલી શાહની દીકરી છે. તેમના પિતા ડૉ.વ્રજેશ શાહ વાયરોક સુપરસ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલના સંસ્થાપક છે. જે આધુનિક મેડિકલ સંભાળની અગ્રણી હોસ્પિટલ પૈકીની એક છે. તેમની માતા ડૉ. નિરાલી શાહ બરોડા મેડિકલ કોલેજમાં પેથોલોજીસ્ટ અને લેક્ચરર તરીકે સેવા આપે છે. તેમજ બાળ ઉછેરનું પ્રિસ્ક્રિપ્શન નામના પુસ્તકના લેખક પણ છે. ધ્વનિ માત્ર શૈક્ષણિક રીતે જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ રસધરાવે છે. શૈક્ષણિક સિદ્ધિઓ સાથે સાથે ધ્વનિએ રમતગમત અને કલાક્ષેત્રે પણઅગ્રણી ભૂમિકા ભજવી છે. તેમણે ધો. ૧૧માં સ્કૂલની સાંસ્કૃતિક સમિતિનું નેતૃત્વ કર્યું હતું. ધ્વનિની વિવિધતાપૂર્ણ પ્રતિભા તેને સાચાઅર્થમાં ૩૬૦-ડિગ્રી પરફોર્મર બનાવે છે. ધ્વનિની મોટી બહેન વિધિએ પણ બરોડા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ તાજેતરમાં પૂર્ણ કર્યો છે. અને વધુ અભ્યાસની તૈયારી કરી રહી છે. ધ્વનિ મેડિકલ ક્ષેત્રે આગળ વધવાની તૈયારી કરી રહીછે. ત્યારે તેની વિવિધતાપૂર્ણ પ્રતિભા અને સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થી માટે પ્રેરણા સ્વરૂપ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution