ગાંધીનગર-
લોકસભાની ચૂંટણી વખતે ય કોંગ્રેસનુ પ્રદર્શન એટલું ખરાબ રહ્ય્š હતું કે,કોંગ્રેસે ખાતુ ય ખોલાવી શકી ન હતીં. પેટાચૂંટણીના પરિણામોમાં ય કઇંક આવુ જ થયુ છે. આઠેય બેઠકો પર કોંગ્રેસના સુપડા સાફ થયાં છે જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વિકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી છે. કસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ યુવા નેતાગીરીને ગુજરાત કોંગ્રેસનુ સુકાન સોંપ્યુ હતું. એટલુ ંજ નહીં, પ્રભારીપદે યુવા સાંસદ રાજીવ સાતવને ગુજરાતની જવાબદારી સોંપી હતી. પણ આ ત્રણેય યુવાઓ નેતાઓ કોંગ્રેસની ગુજરાતમાં મજબૂત સિૃથતી કરવામાં ધરાર નિષ્ફળ રહ્યાં છે.
એટલું જ નહીં, આ ત્રણેય નેતાઓના વખતમાં ૨૦થી વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કરી કેસરિયો ખેસ ધારણ કર્યો છે જેના કારણે કોંગ્રેસની સિૃથતી વધુને વધુ નબળી બની રહી છે. આજે પેટાચૂંટણીના પરિણામો પણ કોંગ્રેસ માટે ભારે નિરાશાજનક રહ્યાં છે. આઠેય બેઠકો પર કોંગ્રેસનો રકાસ થયો હતો જેના કારણે હારની નૈતિક જવાબદારી સ્વિકારી અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ મોડી સાંજે હાઇકમાન્ડ સાથે વાત કરીને રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસના નબળા ચૂંટણી મેનેજમેન્ટને લીધે હારનો સામનો કરવો પડયો હતો.
ભાજપે ધારીમાં ગાબડુ પાડયુ હતું. ધાનાણીનુ ય ચાલ્યુ ન હતું. આ તરફ, થોડાક વખત પહેલાં જ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી હતી પણ ધારી,મોરબી જેવી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ હાર્દિક પટેલનો જાદુ ચાલ્યો ન હતો. આ બંને બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી. હાર્દિક પટેલે પરિણામો બાદ ટિ્વટ કર્યું કે, હાર જીતને લીધે વેપારીઓ પાસા બદલે છે. વિચારધારાના અનુયાયી નહીં, લડીશું અને જીતીશું. આમ, કોંગ્રેસની યુવા નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે.