દેવઉઠી અગિયારસના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે.
તુલસી વિવાહનું મહત્વ અને જોડાયેલી છે કથા
તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. કહેવાય છે કે જ્યારે બ્રહ્મવૈવર્ત પુરાણો અનુસાર તુલસી શંખચૂડ નામના અસુરની પત્ની હતી. તુલસીના સતીત્વને કારણે દેવો અસુરને મારી શક્ય નહિ ત્યારે આ પરંપરા શરૂ થઈ હતી. ભગવાન વિષ્ણુ શંખચૂડનું સ્વરૂપ બનીંને તુલસીનું સતીત્વ ખંડિત કરે છે આ પછી ભગવાન શિવ શંખચૂડને મારી નાંખે છે. જ્યારે તુલસીને આ ખબર પડી, ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બનવા માટે શાપ આપ્યો. ભગવાન તુલસીના શ્રાપને સ્વીકારી અને કહ્યું કે તમે પૃથ્વી પર છોડ અને નદીઓ તરીકે રહેશો. ભગવાન વિષ્ણુને આ નદીના શાલિગ્રામ ભગવાન માનવામાં આવે છે.
આ રીતે કરો તુલસીપૂજા
- સૌ પહેલાં તો તુલસીનો છોડ આંગણાની વચ્ચે એક પાટલા પર મૂકો. હવે તુલસીજીને મહેંદી, મૌલી, ચંદન, સિંદુર, મધની વસ્તુઓ, ભાત, મીઠાઈ ધરાવો.
- મંડપમાં શાલિગ્રામ અને તુલસીનો છોડ મૂકીને તેનો વિવાહ કરાય છે.
- મંદિર અને ઘરમાં શેરડીનો મંડપ બનાવાય છે અને સાથે લક્ષ્મી નારાયણનું પૂજન કરાય છે. આ સાથે જ તેમને બોર, ચણાની ભાજી અને આમળા સહિતના મોસમી ફળ અને શાકભાજીનો ભોગ ચઢાવાય છે.
- મંડપની પરિક્રમા કરતી સમયે કુવારાના લગ્ન કરાવવા અને પરણેલાની વિદાય કરાવવાની પ્રાર્થના કરાય છે.
- આ ખાસ દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખની પૂજાથી પણ ખાસ લાભ મળે છે.
- તુલસીની પરિક્રમા આ દિવસે શુભ મનાય છે. આ ખાસ દિવસે રંગોળી કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.