20 જુલાઈએ દેવશયની એકાદશી:ભાગવત મહાપુરાણ પ્રમાણે 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં સૂવે છે

Devshayani Ekadashi Date Jab Hai 2021; Why Does Lord Vishnu Go To Sleep? Devshayani Ekadashi Significance And Facts

20 જુલાઈએ દેવશયની એકાદશી:ભાગવત મહાપુરાણ પ્રમાણે 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં સૂવે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાના સુદપક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. ત્યાર બાદ કારતક મહિનાના સુદપક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશી આ વખતે 20 જુલાઈએ આવી રહી છે. આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થઇ જાય છે. એટલે હવે 20 જુલાઈથી લગભગ 4 મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. ચાતુર્માસ દરમિયાન પૂજાપાઠ, કથા, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમાં ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે સૌથી સારો સમય માનવામાં આવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution