ડાયરામાં ઓસમાણ મીરે લોકગીતોની રમઝટ બોલાવતા ભક્તોએ અઢળક રૂપિયા ઉડાડ્યા

રાજકોટ, ગોંડલના દેરડીકુંભાજી ગામમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ પણ હાજરી આપી હતી. રાત્રે ઓસમાણ મીરના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસમાણ મીરે લોકગીતોની રમઝટ બોલાવતા રૈયાણી પરિવારે અરવિંદ રૈયાણી પર અઢળક રૂપિયા ઉડાડ્યા હતા. એક ક્ષણે તો પગ મૂકવાની જગ્યા ન મળે એ રીતે સ્ટેજ રૂપિયાની નોટોથી ઢંકાય ગયું હતું.લોકડાયરામાં ઓસમાણ મીરે ગીત ગાતા જ રૈયાણી પરિવારનો લોકો અરવિંદ રૈયાણી પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા. તેમજ દેશભક્તિના ગીતો પણ રેલાતા અરવિંદ રૈયાણીએ રૂપિયાના બંડલો સાથે સ્ટેજ પાસે આવ્યા હતા અને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રૈયાણી પરિવારના લોકોએ લોકડાયરામાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે, એક સમયે સ્ટેજ નોટોથી ઉભરાય ગયું હતું. તેમજ સ્ટેજ નીચે પણ રૂપિયાની નોટોની ચાદર પથરાઇ ગઈ હતી. લાખો રૂપિયા ઉડ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ચૈત્ર મહિનામાં ગામોગામ યજ્ઞ, ભાગવત સપ્તાહ, રામ પારાયણ અને શિવકથાના આયોજનો ચાલી રહ્યા છે. સાથોસાથ રાત્રે લોકડાયરાના પણ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution