ડભોઇ, ડભોઇ આજરોજ કારતક વદ સોમવતી અમાસના મહિમા ને અનુલક્ષી ડભોઇ તાલુકાનાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા સ્નાન તેમજ પિતૃતર્પણ માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા તો કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે અમાસના દર્શન નો ભાવિકોએ લાભ લીધો હતોઆજે વર્ષની અંતિમ સોમવતી અમાસ હોય તેના વિશેષ મહિમા ને લઇ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર અને ગુજરાતના કાશી કહેવાતા ચાંદોદ તીર્થમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ- યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા સોમવતી અમાસે નર્મદા સ્નાન સહિત પિતૃ તર્પણ અને કાલસર્પ દોષ નિવારણ વિધિ નો વિશેષ મહત્ત્વ હોવાથી વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જાેવા મળ્યો હતો ચાંદોદ ના નદી કિનારાના મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, માર્કંડેશ્વર ઘાટ સહિતના નદીકિનારા ઓ ખાતે નર્મદા સ્નાનનો લાભ મેળવી શ્રદ્ધાળુઓ ધાર્મિક મંડપો અને વિવિધ સ્થળોએ પોતપોતાના તીર્થ ગોર પાસે પિતૃતર્પણ તેમજ કાલસર્પ દોષ વિધિવિધાન માં જાેડાયા હતા તો યાત્રાળુ પર્યટકોએ અલૌકિક વાતાવરણ વચ્ચે નર્મદા નદીમાં નાવડી માં બેસી મજા પણ માણી હતી તો વળી સોમવતી અમાસનો લક્ષી કરનાળીના સી કુબેરભંડારી ખાતે પણ ભક્તોનો ધસારો જાેવા મળ્યો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડ મુજબની વ્યવસ્થા કરાઈ હોય સોશિયલ ડિસ્ટન્સ અને સ્ક્રિનિંગ જેવી વ્યવસ્થા સાથે શિવ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે કુબેર દાદા ના દર્શનનો લાભ લીધો હતો.