દિલ્હી-
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહારાષ્ટ્રમાં એક ફાર્મા કંપનીના નિર્દેશક સાથે પૂછપરછ સાથે જોડાયેલા વિવાદની પૃષ્ઠભૂમિમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપના નેતા દ્વારા કરવામાં આવતી રેમડેસીવીરની જમાખોરીએ માનવતા વિરુદ્ધ એક ગુનો છે. કોંગ્રેસના મહાસચિવે ફડણવીસના રાજ્યના એક પોલીસ સ્ટેશન પહોંચવા સાથે જોડાયેલા એક વીડિયો અંગે ટ્વિટ કર્યું હતું કે, જ્યારે દેશના દરેક રાજ્યોમાંથી લોકો રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે અને તમામ લોકો જીવ બચાવવા માટે રેમડેસીવીર મેળવી રહ્યા છે. તે સમયે જવાબદાર પદ પર રહી ચૂકેલા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ રેમડેસીવીરની જમાખોરી કરી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતા રેમડેસીવીર ઈન્જેક્શનની જમાખોરી કરે છે તે એક માનવતા સામે એક ગુનો છે.