ડબલ એન્જિનની સરકારમાં આદિવાસી પટ્ટાની વિકાસ કૂચ ઃ મોદી

રાજપીપળા,તા.૨૭

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધતા પોતાના પ્રારંભિક વર્ષોને વાગોળ્યા હતા. પા પા પગલી ભરતા સમયે આદિવાસી ક્ષેત્રમાં ૨૨ થી ૨૫ વર્ષની વયે આદિવાસી વિસ્તારમાં કામ કરવાનું મળ્યું તેને જીવનનું સૌભાગ્ય ગણાવ્યું હતું. જ્યાં તેઓ ઘણું શીખ્યા અને સંસ્કાર મળ્યા હતા. આદિવાસી વિસ્તારમાં તેમનો આંનદ અનેક ગણો વધી જતો હોવાનું કહ્યું હતું. નેત્રંગમાં ઉમેટેલી મેદનીને તેઓએ આજે મારા આદિવાસી ભાઈઓ બહેનો આશીર્વાદ આપવા આવ્યા હોય તેમ કહી, તેને વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ કહ્યો હતો. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ્યવાન, આજે આટલી મોટી સંખ્યામાં ભાજપને વિજયી બનાવવા તમે મેદાનમાં ઉતર્યા છો. ગુજરાત ભાજપે જાહેર કરેલા સંકલ્પ બદલ તેમને ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. આ સંકલ્પ પત્ર નવજુવાનો, આદિવાસીઓ, માછીમારો, બહેનો, વૃદ્ધઓ તમામ વર્ગ, સમુદાય અને ક્ષેત્ર માટે સર્વાંગી વિકાસ સમાન ગણાવ્યું હતું. જેને ચરિતાર્થ કરવા દિલ્હીમાં બેઠેલો તમારો દીકરો પુરી તાકાત લગાડી દેશે તેમ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ૨૦૦૧ માં તેઓ નવા નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ભણતરમાં દીકરીઓની સ્થિતિ ચિંતાજનક હોય. દિકરીઓને ભણવા લઈ જવા ઘરે ઘરે જઈ ભિક્ષા માંગવાનું ધોમ ધખતા તાપમાં આદિવાસી વિસ્તારમાંથી શરૂ કર્યું હોવાનું ઉમેર્યું હતું. ગર્વ લેતા કહ્યું હતું કે, ગુજરાતની આદિવાસી દીકરીઓ આજે હિન્દુસ્તાનમાં નામ કમાઈ રહી છે. આજે ઉમરગામથી અંબાજી સુધી ૧૦ હજાર શાળાઓ ધમધમી રહી છે. અંગ્રેજાેની ગુલામી ગઈ એનો લાભ કોંગ્રેસના રાજમાં મારા ગામના ગરીબ માનવીને ના મળ્યો. ડોકટર, એન્જીનીયર બનવા અંગ્રેજીમાં ભણવું પડે. તમારી વચ્ચે મોટો થયેલો મોદી દિલ્હી ગયો અને માતૃભાષા ડોકટર, એન્જીનિયર બની શકાય તેમ કર્યું. ગુજરાતની જનતા જે મને શિક્ષણ સંસ્કાર આપ્યા તે લેખે લાગ્યા અને દિલ્હીમાં ગયો તો પણ હૈયે તો તમે જ કહેતા સભામાં મોદી મોદીના નારા ગુંજયાં હતા. વધુમાં નરેન્દ્ર મોદીએ અમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો, આજ આપણું કામ.આજે દેશમાં પ્રધાનમંત્રી આવાસ હેઠળ ૩ કરોડ, ગુજરાતમાં ૧૦ લાખ અને આદિવાસી વિસ્તારમાં ૨૦ હજાર મકાનો બની ગયા છે. તેમણે આ ચૂંટણી પ્રચાર નહિ મારે તો તમને મળવાનું અને દર્શન કરવાના કહી, ચૂંટણી તો તમે જાેતાંડવાના જ છો તેમ કહ્યું હતું. કોરોના કાળને વડાપ્રધાને યાદ કરી કહ્યું હતું કે, આજે પણ દુનિયાના કેટલાય દેશોનો ટપ્પો પડતો નથી. ભારતે આ કઈ રીતે કર્યું. ભરૂચ જિલ્લામાં પણ ૮.૫ લાખ લોકોના ઘરનો ચુલો ઓલવવા નથી દીધો. તમારું જ છે અને તમે છો તો દેશ છે ભાઈઓ. દુનિયા બદલાઈ છે હવે ડિજિટલ ઇન્ડિયામાં મોબાઈલ પણ જાેઈએ. તેની ચિંતા પણ અમે કરી છે. હવે ૫ય્ આવી ગયું છે. ૪ય્ એટલે સાયકલ અને ૫ય્ એટલે વિમાન. કોંગ્રેસના રાજમાં મોબાઈલ બિલ ૪ થી ૫ હજાર આવતું. આજે ભાજપના રાજમાં તમારું બિલ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution