મંકીપોક્સ વાયરસના કારણે વિશ્વના અનેક દેશોમાં હાહાકાર


જીનીવા:મંકીપોક્સ વાયરસના કારણે વિશ્વના અનેક દોશમાં હાહારાર મચ્યો છે. આ વાયરસથી ફેલાયેલા પ્રકોપ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં) દ્વારા સારા સમાચાર સામે આવ્યા છે. ઉૐર્ંએ સ્ॅર્ટ વાયરસની સારવાર માટે પહેલી વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ઉૐર્ંએ શુક્રવારે એમવીએ-બીએન વેક્સિનને મંકીપોક્સ વિરુદ્ધ પ્રથમ વેક્સિન જાહેર કરી જેને તેની પ્રીક્વોલિફિકેશન યાદીમાં જાેડવામાં આવી છે. સ્ફછ-મ્દ્ગ વેક્સિન હાલમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બનાવવામાં નથી આવી. જાે કે, ઉૐર્ંએ વહેલી તકે બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ પ્રકારની વેક્સિન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. નિર્માતા બાવેરિયન નોર્ડિક છ/જી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી જાણકારી અને યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા કરવામાં આવેલી સમીક્ષાના આધાર પર પ્રીક્વોલિફિકેશન પ્રક્રિયાનો હેતુ વેક્સિનની ઝડપથી ખરીદી અને વિતરણને સુવિધાજનક બનાવવાનો છે. ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેસસે વર્તમાન મંકીપોક્સના પ્રકોપને રોકવાની દિશામાં વેક્સિનના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, આફ્રિકામાં વર્તમાન પ્રકોપ અને ભવિષ્યના સંદર્ભમાં મંકીપોક્સ વિરુદ્ધ વેક્સિનની આ પ્રથમ પ્રીક્વોલિફિકેશન બીમારીની વિરુદ્ધ આપણી લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે વેક્સિનની ખરીદી, દાન અને વિતરણને તાત્કાલિક વધારવા માટે આહવાન કર્યું. તેમણે કહ્યું કે, અન્ય જાહેર આરોગ્ય સાધનોની સાથે-સાથે આ વેક્સિન સંક્રમણને રોકવા અને જીવન બચાવવામાં મદદ કરશે. સ્ફછ-મ્દ્ગ વેક્સિન જેને ચાર અઠવાડિયાના અંતરે બે ડોઝના ઈંજેક્શનના રૂપમાં આપવામાં આવે છે તે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માન્ય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution