અરવલ્લી, તા.૩
પ્રકૃતિએ ઋતુ પ્રમાણે આપણને જુદા જુદા ફળો આદી વસ્તુઓ આપેલ છે જે કુદરતી વસ્તુઓનો માનવ જીવન સાથે આરોગ્ય અને પ્રાકૃતિક રીતે સીધો સંબંધ છે ત્યારે અષાઢ મહિના મા ખારેક નું ઉત્પાદન વિપુલ પ્રમાણ મા કચ્છ મા થાય છે કચ્છ ખારેક ને કચ્છ નો મેવો પણ કહેવામાં આવે છે..સ્વાભાવિક છે ખેડૂત પુત્ર પોતાની ઉપજ નો એક હિસ્સો ભગવાન માટે કાઢતો હોય છે..આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ખેડુતો કોઈ પણ ધન-ધાન કે ફળ ફળાદી પ્રથમ સ્વામિનારાયણ મંદિરે પહોંચાડતા હોય છે.
આજે પવિત્ર દેવ શયાની એકાદશી ના રોજ માંડવી સ્વામિનારાયણ મંદિર મા બિરાજમાન દેવો સન્મુખ જુદા જુદા પ્રકાર ની ખારેકો પધરાવી ને ખારેક અનકુટ ઉત્સવ ની ઉજવણી કરી હતી..આ ખારેક ઉત્સવ શરૂ થતા મંદિર મા બિરાજમાન દેવોની આરતી માંડવી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી દેવપ્રકાસદાસજી તથા વડીલ સંત શ્રી પ્રભુચરણદાસજી સ્વામી સ.દ. ગુરુ સ્વામીઓમા અક્ષરવલ્લભદાસજી , જ્ઞાનપ્રકાસદાસજી કરી હતી. જયારે આ ઉત્સવ ની વ્યવસ્માસ્થા માં સ્વામીનારાયણવલ્લભદાસજી, હરિસેવકદાસજી , પ્રભુસ્વરુપદાસજી, આનંદ વલ્લભદાસજી, કોઠારી હરિપ્રસાદદાસજી, ઘનશ્યામકેશવદાસજી, ધમઁચરણદાસજી તથા દિવ્યપ્રકાસદાસજી જયારે માંડવી બાઈયું ના મંદિર ના મહંત સા.યો .રતનબાઈ , ઉપ મહંત સા.યો. કાનબાઈ ફઇ તથા સા.યો. ધનબાઈ વિગેરે સંભાળી હતી. ખારેક ઉત્સવ તથા
દેવશયની એકાદશી ના યજમાન તરીકે સુરજપર ના દેવશીભાઈ વેલજી હાલાઈ પરિવાર જોડાયા હતા. ભુજ મંદિર ની પરંપરા અને પ્રેરણાદાયી સંતો મહંત સ્વામી શ્રી.ધમઁનંદનદાસજી, સ.દ.ગુરુ સ્વામી પ્રેમપ્રકાસદાસજી, પાષઁદ જાદવજી ભગત ના સ્નેહભાવ સાથે આ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથો સાથ આ ચાતુર્માસ દરમ્યાન શિષ્ષાપત્રી ભાષ્ય અને શ્રીમદ્ ભાગવત્ કથાઓ નું આયોજન પણ કરવામાં આવેલ છે આ કથા ની પૂણાઁહુતિ ગોકુળ અષ્ટમી ના રોજ થશે. કથા નું રસપાન શાસ્ત્રી સ્વામીઓ હરિકૃષ્ણદાસજી તથા આનંદવલ્લભદાસજી કરાવશે શિક્ષાપત્રી કથા નો સમય સવારે ૭ થી ૭.૪૫ જયારે ભાગવત્ કથાનો સમય ૭.૪૫ થી ૮.૩૦ નો રહેશે દેશવાસીઓ મા વસ્તા લોકો યુ - ટયુબ ના માધ્યમ થી પણ આ કથાઓ નિહાળી શકશે.