ચોમાસામાં ઘરને કરો ડિટોક્સ

ચોમાસુ શરૂ થતાં જ વાતાવરણમાં પણ પરિવર્તન આવવા લાગે છે. હવા ભેજવાળી બની જાય છે અને વાતાવરણ પણ ભીનું થઈ જતું હોય છે. ક્યારેક અતિવૃષ્ટિના કારણે કેટલાંક ઘરની દીવાલો પર પાણીનો ભેજ ઉતરતો હોય છે, તો ક્યારેક છત પરથી પાણી ટપકતું હોય અને કયારેય તો વરસાદનું પાણી ઘર સુધી અંદર પહોંચી જતું હોય છે..!

આવી પરિસ્થિતિ થતાં ઘરમાં ભીનાશની અજીબ દુર્ગંધ આવવા લાગે છે. ઝીણી ઝીણી જીવાત તથા કીડામંકોડા અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે. જેથી ચોમાસામાં રોગચાળો ફેલાવાની શક્યતા વધી જતી હોય છે. આવા વાતાવરણમાં ઘરમાં ઉદ્‌ભવતી સમસ્યા માટે ઘરને ડીટોકસ કરવું ખૂબ જ અગત્યનું બની જતું હોય છે.

 ભેજવાળું વાતાવરણ શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જેના દ્વારા રોગ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ભીનાશ અને ફૂગ આરોગ્યને હાનિ પહોંચાડે છે. જો ઘરની દિવાલો ભીનાશ અને ફૂગથી ભરેલી હોય તો સમજી લેવાનું કે સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવાની જરૂરિયાત છે. ભીનાશના કારણે જુદી જુદી જાતની ફૂગની પ્રજાતિઓ ઉત્પન્ન થવા લાગે છે. જેના કારણે અસ્થમા, ઉધરસ, શરદી, ગળામાં દુઃખાવો, માથાનો દુઃખાવો, થાક,સાંધાનો દુઃખાવો અને એલર્જીનું જાેખમ અનેકગણું વધી જાય છે.

 ચોમાસા દરમિયાન ઘરને ડિટેક્સ કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવી જાેવા જાેઈએ.

ઘરમાં જાે વરસાદના પાણીના કારણે દુર્ગંધ આવતી હોય તો તેનાથી છુટકારો મેળવવા પાણીમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ મિક્સ કરીને છંટકાવ કરાવવો જાેઈએ. ઘરના ઓરડાઓમાંથી વાસને દૂર કરવા માટે વિનેગાર જેવા ગંધશોષકનો ઉપયોગ કરવો જાેઈએ. જેના માટે એક નાની બોટલમાં વિનેગાર અને પાણી સરખી માત્રામાં લઈને ઘરના દરેક ખૂણામાં સ્પ્રેની જેમ છંટકાવ કરી શકાય. આ ઉપરાંત લીંબુ અને તુલસીની સુગંધથી પણ ઘરની ભીનાશ દૂર કરવામાં ઘણી મદદ મળે છે. સાદા પાણીમાં થોડા તુલસીના પાન ઉમેરી ઉકાળી તેમાં અડધા લીંબુ જેટલો રસ ઉમેરીને બોટલમાં ભરી સ્પ્રેની જેમ છંટકાવ કરવાથી પણ ઘરમાંથી નાની-નાની જીવાત દૂર થાય છે. તેમ જ ભેજના કારણે આવતી દુર્ગંધ પણ નાશ પામે છે. આ ઉપરાંત ઘરને દુર્ગંધરહિત બનાવવા માટે ખાવાનો સોડા અથવા બેકિંગ સોડાનાં પાવડરને બે બે ચમચી પાણીમાં ભેળવી તેમાં તેલના થોડા ટીપાં ઉમેરી હલાવી અને સ્પ્રેની જેમ ઉપયોગ કરીને પણ ઘરમાં સ્વચ્છતા લાવી શકાય છે. આ સાથે ઘરમાં જે જગ્યાએ ભેજ થતો હોય તેવી જગ્યા ઉપર એક કે બે કિલો જેટલું મીઠું એક બોક્સમાં ભરીને મૂકી રાખવાથી પણ ભેજ નાશ પામે છે. મીઠામાં ભેજને શોષી લેવાની ક્ષમતા હોય છે.

   આ ઉપરાંત સામાન્ય ઘરોમાં ચોમાસામાં સૌથી મોટી સમસ્યા કપડામાં પ્રવેશેલો ભેજ હોય છે. કારણ કે વાતાવરણમાં તડકો હોતો નથી. અને દરરોજ ધોયેલા કપડાં અથવા ખુલ્લા કબાટમાં રહેતા કપડામાં સહેજ ભીનાશ પ્રવેશી જતી હોય છે. તો કપડાના ભેજને દૂર કરવા કપડાની વચ્ચે સાદા પેપર કે છાપા મૂકી દેવા જાેઈએ જેથી કપડાનો ભેજ શોષાઈ જાય. ઘરમાં ઝીણી જીવાત અને મચ્છરનો નાશ થાય એ માટે ઘરમાં લીમડાના પાન અને લીંબુના પાનની ધુમાણી કરવી જાેઈએ જેથી જીવાત મરી જાય. ચોમાસામાં ઘરની ભીનાશ અને ફૂગને સમયસર સાફ કરવામાં ન આવે તો તેનાથી સ્વાસ્થ્ય જાેખમાય છે. ચોમાસાની ઋતુમાં ઇન્ફેક્શનનો ખતરો અનેકગણો વધી જતો હોય છે.આથી થોડી પણ બેદરકારી દાખવી શકાય નહીં.

ચોમાસુ શરૂ થાય એ પહેલા અથવા વરસાદ ન હોય તેવા સમયે છતમાંથી લીક થતા પાણીને વાટા કરીે બંધ કરાવવું જાેઈએ. આ સાથે નબળી દિવાલ તથા દિવાલો વચ્ચેના સાંધાઓને પણ વોટરપ્રૂફિંગ કરાવવા જાેઈએ. ઘરમાં જાે ક્યાંય ઈલેક્ટ્રીક વાયરીંગ છૂટું દેખાતું હોય તો તેને પણ પ્લાસ્ટિક કવરથી પેક કરાવવું જાેઈએ. જેથી ચોમાસાની ઋતુમાં શોર્ટ સર્કિટ થવાનો ભય રહે નહીં. આ ઉપરાંત ઘરમાં કાર્પેટ, ગોદડા,ગાદલા તેમજ સ્પંચના પીલોનું વેક્યુમ કરાવવું જાેઈએ. અથવા જ્યારે વાતાવરણમાં તડકો દેખાય ત્યારે તેને સૂર્યપ્રકાશના સંપર્કમાં રાખવા જાેઈએ. વરસાદ ન હોય એ સ્થિતિમાં ઘરની બારી અને દરવાજા ખુલ્લા રાખવા જાેઈએ. ચોમાસામાં બને ત્યાં સુધી એસીનો ઉપયોગ બંધ કરીને પંખા વાપરવા જાેઈએ જેથી ભીનાશથી બચી શકાય.

  આપણા ઘરમાં કેટલાક સેન્સિટીવ એરિયા પણ હોય છે. જેમ કે, રસોઈઘર. ચોમાસાની ઋતુ દરમ્યાન રસોડામાં વિશેષ ધ્યાન આપવું જાેઇએ.ખોરાક ઢાંકીને રાખવો. રસોડામાં માખી, મચ્છર, જીવાત કે ગંદકી ન થવા દેવી. સૂકા ખોરાકને પ્લાસ્ટિકનાં કવરમાં પેક કરીને રાખવા. શક્ય બને ત્યાં સુધી મરી મસાલા તેમજ સૂકી સામગ્રીના ડોર બંધ રાખવા. આ ઉપરાંત બાથરૂમની સફાઈ પણ રાખવી જરૂરી છ. કારણ કે ત્યાં ભીનાશ વધારે હોય છે જેથી રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી જતી હોય છે.

 ચોમાસાની ઋતુને રોગોની ઋતુ કહેવામાં આવે છે. આ ઋતુ દરમિયાન ડોક્ટરના દવાખાનાઓ દર્દીથી ઉભરાતા જાેવા મળે છે. જાે થોડી સાવચેતી અને થોડી કાળજી કરીએ તો આપણે આ ઋતુમાં થતી બિમારી અને નુકસાનથી સરળતાથી બચી શકીએ છીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution