સાઉદી-
સાઉદી અરેબીયાએ જાહેરાત કરી હતી કે યાત્રીઓ સુરક્ષિત રીતે હજ પઢી રહ્યા છે અને અત્યાર સુધીમાં કોવિડ-૧૯ અથવા તો કોઈ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સર્જાઈ નથી. સઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ અબ્દુલ્લા અલીએ શુક્રવારે એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે સમગ્ર હજ દરમ્યાન સ્વાસ્થ્ય સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
આ દરમ્યાન હજ સિકયુરિટી ફોર્સિસ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે પરવાનગી વગર હજ કરવાનો પ્રયત્ન કરનાર ર૦પ૦ લોકોની અટકાયત કરીહતી. ઉલ્લેખનીય છે કે સઉદી સરકારે કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીઆ વર્ષે હજયાત્રીઓની સંખ્યા ૧૦૦૦સુધી મર્યાદિત કરી દીધી છે.