ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી કૂચ કરે તે પહેલાં જ વાઘેલા નજરકેદ

ગાંધીનગર, કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલનને આજે ૩૧ દિવસ થયા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતાં પોતાના સમર્થકો સાથે દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી. આજે તેમના નિવાસ વસંત વગડો ખાતે આજે અનેક સમર્થકોનો જમાવડો થયો હતો. તે ઉપરાંત આ કૂચને લઈને પોલીસનો ભારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસે શંકરસિંહ કૂચમાં જાેડાય તે પહેલાં જ તેમના ઘરે નજરકેદ કરી દીધાં હતાં.  

ડીવાયએસપી સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. વસંત વગડો ખાતે એકઠા થયેલા ૧૦૦ જેટલા સમર્થકો કૂચ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં વસંત વગડો ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સો જેટલા નાગરિકો સાથે હું ૨૬મી ડિસેમ્બરે ૧૧ઃ૦૦ ગાંધી આશ્રમ ની મુલાકાત કરીને સુભાષ બ્રિજ થી ચલો દિલ્હી ના નારા સાથે દિલ્હી તરફ કૂચ કરી જાે કે મારા આ કાર્યક્રમ માટે દિલ્હી ના વહીવટી તંત્ર તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરતો પત્ર લખ્યો છે જાેકે મને દિલ્હી કૂચની પરમિશન નહીં મળે તો હું ધરપકડ પણ વહોરીશ તેવી સ્પષ્ટતા શંકરસિંહ વાઘેલાએ કરી હતી.

ખેડૂત અધિકાર યાત્રા અંગે વધુ વિગતો માટે તેમણે જણાવ્યું હતું કે મારા આ કાર્યક્રમની અંદર કોવિડ ૧૯ ના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે ખાતરી પણ આપી છે અને રોડ માર્ગે હું મારા સમર્થકો સાથે દિલ્હી કૂચ કરી જ્યાં હું એકલો ઉપવાસ ઉપર બેસી શકે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કોવિડ ૧૯ ના કાયદાનું પાલન ભાજપ સરકાર કરતી નથી ભૂતકાળમાં ભાજપે કિસાન સંઘના નામે ઘણા તોફાનો કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને આકરા પ્રહારો કર્યા હતા.

કૃષિ કાયદાના વિરોધમાં અમિત ચાવડાએ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી

ગાંધીનગર, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં જ્યાં એક તરફ ખેડૂતો અને ખેડૂત સંગઠનો દિલ્હી ખાતે છેલ્લા એક મહિનાથી કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ હવે ખેડૂતોના સમર્થનમાં આગળ આવી છે અને કૃષિ કાયદાઓ રદ્દ કરવા માંગ કરી રહી છે તો ગુજરાતમાં પણ કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગાંધીનગરના પ્રાતિયા ગામમાં ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી છે. કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસે આ કાર્યક્રમનુ આયોજન કરાયુ. ચાલો ખેતરે ચાલો ગામડે અભિયાન હેઠળ કોંગ્રેસ ખેડૂતોની સમસ્યાઓ ઉજાગર કરવા માટે ગામેગામ પ્રવાસો કરવાનું આયોજન કરી રહી છે. ચાલો ખેતરે ચાલો ગામડે અભિયાન હેઠળ કોંગ્રેસે કૃષિ કાયદાનો વિરોધ તેમજ ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરવા સરકાર સામે મોરચો ખોલ્યો છે. અમિત ચાવડા સહિત ઉના ધારાસભ્ય પૂજાવંશ અને જૂનાગઢના ધારાસભ્ય બાબુભાઇ જાેશી પણ કાર્યકમમાં હાજર રહ્યા. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ સજ્જ છે સાતવ

ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંકલન સમિતિની મહત્વની બેઠક મળી. બેઠકમાં સંકલન સમિતિના સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રમુખ ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ચૂંટણીમાં ક્યા મુદ્દે લોકો સુધી જવું તેના પર ચર્ચા કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજીવ સાતવે વિવિધ બેઠકો યોજી સ્થાનિક સ્વરાજ્ય તેમજ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ હોવાનું જણાવ્યું. રાજીવ સાતવે જણાવ્યું કે કોંગ્રેસની નવનિયુક્ત કમિટી દ્વારા બુથ મજબૂત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણીમાં સિનિયર નેતાઓને જવાબદારી સોંપવા અંગે સાતવે જણાવ્યું કે સિનિયર નેતાઓએ વર્ષ ૨૦૧૭માં સારું પરિણામ આપ્યું હતું. અને આગામી સમયમાં પણ સિનિયર નેતાઓના માર્ગદર્શનમાં સારું પરિણામ મળશે. રાહુલ ગાંધી સતત સિનિયર નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા હાર્યા બાદ પણ કોંગ્રેસે ત્યાર પછીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવી હતી. જ્યારે કે વર્ષ ૨૦૧૭માં પણ ફક્ત ૧૦ બેઠકો માટે કોંગ્રેસ રહી ગઇ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution