રાજકોટ-
ઉપલેટા-ધોરાજી વિસ્તારની સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય ખાનગી હોસ્પિટલના ડોકટર કોરોનાના ગંભીર પ્રકારના દર્દી માટે રેમડેસીવીર ઇન્જેકશનની ઓનલાઇન માંગણી કરે છે. છેલ્લા બે દિવસથી આ માંગણીના 10 ટકા જથ્થો પણ સરકાર દ્વારા આપવામાં આવતો નથી જેના કારણે દર્દીઓના મરણ થઇ રહ્યા છે. રેમડેસિવીર ઈન્જેક્શનના ભેદભાવ મુદ્દે MLA લલિત વસોયા ધોરાજી ડેપ્યુટી કલેકટર ઓફીસ સામે આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસ દ્વાર અટકાયત કરી હતી. પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવશે તો પણ મારા ઉપવાસ ચાલુ રાખીશ તેવી જાહેરાત કરી હતી. ધારાસભ્ય લલીત વસોયાએ જણાવી પોતે હાઇપર ડાયાબીટીશનો પેશન્ટ છે. છતાં આ વિસ્તારના લોકો માટે આ પગલું લેવું પડશે. તેમ જણાવ્યું છે આ સાથે અરવિંદભાઇ વોરા, દિનેશભાઇ ટોપીયા, જગદીશભાઇ રાખોલીયા, જયભાઇ ટોપિયા, રસીકભાઇ હિંગાળા, ભુપતભાઇ કનેરીયા અને ગોપાલભાઇ પણ ઉપવાસમાં જોડાયા હતાં.