દેશની બેન્કોમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ પડી


 તાજેતરના વર્ષોમાં દેશની બેન્કોમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ પડી ગઈ છે તેને લઈને વ્યક્તિ કરાઈ રહેલી ચિંતાને ખાળતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એક રિપોર્ટમાં આ એક આંકડાકીય ગણિત જહોવાનું જણાવ્યું હતું. થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી જાેવા મળી રહી છે, ખરી પરંતુ પ્રાપ્ત ડેટાના ઊંડાણથી વિશ્લેષણમાં ચિત્ર કંઈક અલગ જ જાેવા મળી રહ્યું છે.નાણાં વર્ષ ૨૦૨૩માં બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને દરેક શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કસમાં થાપણ તથા ધિરાણ વૃદ્ધિ ૧૯૫૧-૫૨ બાદ સૌથી ઊંચી જાેવા મળી હતી.

થાપણમાં રૂપિયા ૧૫.૭૦ લાખ કરોડ જ્યારે ધિરાણમાં રૂપિયા ૧૭.૮૦ લાખ કરોડ વધારો થયો હતો. જેને કારણે થાપણથી ધિરાણનું પ્રમાણ ૧૧૩ ટકા રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૪માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો અને થાપણમાં રૂપિયા ૨૪.૩૦ લાખ કરોડ જ્યારે ધિરાણમાં રૂપિયા ૨૭.૫૦ લાખ કરોડનો વધારો થયો હતો.જાે કે નાણાં વર્ષ ૨૦૨૨થી જાેવા જઈએ તો તબક્કાવાર ધિરાણ વૃદ્ધિ કરતા તબક્કાવાર થાપણ વૃદ્ધિ ઊંચી રહી હોવાનું એસબીઆઈના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ઐતિહાસિક આંકડાઓ પર નજર નાખતા જણાય છે કે બેથી ચાર વર્ષ માટે ધિરાણ તથા થાપણ વૃદ્ધિમાં વિરોધાભાષ ઊભો થતો હોવાનું જાેવા મળ્યું છે. થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિના હાલના ઊંચા આંકની સાઈકલ આવતા વર્ષના જૂનથી ઓકટોબરની વચ્ચે સમાપ્ત થવાની શકયતા જાેવાઈ રહી છે. આ વિરોધાભાષ અટકવા સાથે ધિરાણ કરતા થાપણ વૃદ્ધિ ઊંચી જાેવા મળવા લાગશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution