વડોદરા, તા.૧
વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હસ્તક હાલ કુલ-૩૪ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ કાર્યરત છે. શહેરમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ના સંક્રમણની પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા અભિગમ અને આગોતરા આયોજનના ભાગરૂપે સમગ્ર શહેર વિસ્તારમાં ડા.જિગીષાબેન શેઠના હસ્તે કુલ-૧૭ ધન્વંતરી આરોગ્ય રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
પાલિકા દ્વારા કુલ-૧૭ કોવિડ-૧૯ના કેસ અંગે ઉપલબ્ધ વિગતો અને વિસ્તારોને ધ્યાને લઈ રૂટ તૈયાર કરી હાઉસ ટુ હાઉસ, આઉટ રીચ ઓપીડી, તાવ અને આરોગ્યલક્ષી સેવાઓ–સારવાર આપવામાં આવશે. ત્યાર બાદ જેમ જેમ જરૂરિયાત જણાશે તેમ તેમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીની સાથોસાથ કોવિડ-૧૯ અંતર્ગત અમલમાં મુકવામાં આવેલ નંબરો–૧૦૪, ૧૧૦૦, ૧૮૦૦-૨૩૩-૦૨૬૫ હેઠળ મળેલ ફરિયાદોના નિકાલ અંગેની કામગીરી કરવામાં આવશે.