ટ્રમ્પ ફરીવખત રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકામાં લોકશાહી ખતરામાં: ઓબામાની ચેતવણી

વોશિંગ્ટન-

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ચેતવણી આપી છે કે દેશની લોકશાહી ખતરામાં છે, કારણ કે પ્રમુખપદ માટે એમના અનુગામી બનેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે અનફિટ છે. ઓબામાએ આ કમેન્ટ્સ એમની ડેમોક્રેટિક પાર્ટીના હાલ ચાલી રહેલા રાષ્ટ્રીય સંમેલનના ભાગરૂપે કરવામાં આવી છે. એમણે ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ ઓફ ધ અમેરિકન રીવોલ્યૂશનમાંથી વર્ચ્યુઅલ સંબોધનમાં ઉપર મુજબ કહ્યું હતું. 

એમણે અમેરિકાના મતદારોને અપીલ કરી છે કે તેઓ દેશના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનને મત આપે, જે પોતાના શાસન વખતે ઉપપ્રમુખ હતા. ઓબામાએ સંબોધનમાં મતદારોને કહ્યું કે હાલ આપણી લોકશાહી ખતરામાં છે. આ બાબતને હળવાશથી લેશો નહીં. લોકતાંત્રિક પ્રથાઓ ઉપર ટ્રમ્પ જે રીતે પ્રહારો કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે આખી લોકતાંત્રિક પદ્ધતિનો અંત આવી જશે. હાલના વહીવટીતંત્રે બતાવી આપ્યું છે કે જો તે ચૂંટણીમાં ફરીથી જીતશે તો આપણી લોકશાહીને છિન્નભિન્ન કરી નાખશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution