વડોદરા
લવજેહાદથી થતા ધર્મ પરિવર્તન અટકાવવા માટે કડક કાયદો બનાવવા માટેની માગ સાથે હિન્દુ યુવાવાહિનીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. લવજેહાદ અને તેના લીધે થતા ધર્મ પરિવર્તનને ધ્યાનમાં રાખીને હિન્દુ યુવાવાહિની વડોદરા દ્વારા મુખ્યમંત્રી, રાજ્યકક્ષાના ગૃહમંત્રી, સાંસદને લવજેહાદ અટકાવવા માટે અને જલદીમાં જલદી તેની વિરુદ્ધ કડક કાયદો બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં લવજેહાદ અને તેનાથી થતા ધર્મ પરિવર્તનનને અટકાવવાની માગ કરી છે જેથી લવજેહાદ વિરુદ્ધ કાયદો આવવાથી સમાજ અને ખાસ કરીને મહિલાઓને રક્ષણ મળે અને સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. જેમ ઉત્તર પ્રદેશ સરકારે લવજેહાદ અને ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો અમલમાં લાવીને સમાજને અને મહિલાઓ, યુવતીઓને રક્ષણ આપ્યું છે. તે જ રીતે હિન્દુ યુવાવાહિની ગુજરાત રાજ્યમાં અને બીજા સમગ્ર રાજ્યમાં લવજેહાદ અને તેના લીધે થતા ધર્મ પરિવર્તનને અટકાવવા માટે કડક કાયદો બનાવવાની માગ કરી છે.