વડોદરા, તા. ૧૪
શહેરના કમાટીબાગમાં દર રવિવારે તેમજ વાર-તહેવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોઈ કમાટીબાગની બહાર જગ્યાના અભાવે વાહનોનું આડેધડ પાર્કિંગ થઈ રહ્યું છે તેની સાથે કમાટીભાગમાં ખાણી-પીણીની લારીઓ પણ ભારે ભીડ થતાં આ રોડ પરથી પસાર થવું વાહનચાલકો જ નહી રાહદારીઓ માટે માથાનો દુઃખાવો રૂપ બન્યું છે. આવી સ્થિતિમાં રવિવારના દિવસે કમાટીબાગના બહારનો રોડ કમસેટ્ઠમ રવિવારના દિવસે નો ટ્રાફિક ઝોન જાહેર થાય તેવી માગણી ઉઠી છે જેને તંત્ર દ્વારા અમલમાં લાવવા માટે પણ પ્રયાસો શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
શહેરની શાન સમા અને સહેલાણીઓમાં કાયમ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલા કમાટીબાગમાં રોજ સવારે મોર્ન્િંાગ વોકર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જયારે રવિવારે તો બહારગામના હજારો સહેલાણીઓ સવારથી મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં કમાટીબાગમાં ઉમટી પડતા હોઈ કમાટીબાગની બહાર વાહનોના પાર્કિંગ માટે જગ્યા ઓછી પડી રહી છે અને તેના કારણે રોડ પર આડેધડ વાહનો પાર્ક થતાં ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત કમાટીબાગની બહાર ખાણીપીણીની લારીઓ પર પણ ભારે ભીડ થતી હોઈ આ સ્થળે ટ્રાફિકજામમાં માત્ર વાહનચાલકો કે રાહદારીઓ નહી પરંતું બાગમાં આવલા સહેલાણીઓને પણ અટવાઈ જતા હોય છે. આ સ્થળે થતાં ટ્રાફિકજામમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પણ વારંવાર ફસાઈ જતી હોઈ ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આવી સ્થિતિને જાેતા સહેલાણીઓ અને શહેરના રહીશો દ્વારા દર રવિવારે કાલાઘોડાથી નરહરિ સર્કલ સુધીનો રસ્તો દિવસ દરમિયાન નો ટ્રાફિક ઝોન જાહેર કરવાની માગણી ઉઠી છે જે પુરી થાય તે માટે તંત્ર દ્વારા પણ તજવીજ શરૂ કરાઈ છે.
તંત્રે વાહનોની અવરજવરને ડાયવર્ટ કરવી જાેઈએે
કમાટીબાગમાં આવતા લોકોની સંખ્યા વધી રહી છે. માત્ર બહારગામના નહીં શહેરના હજારો લોકો બગીચામાં આવી બહાર ઉભી રહેતી ખાણીપીણીની લારી પર જ્યાફત માણે છે. લારીધારકોની રોજગારી મળી રહી છે, પણ ભીડના કારણે ટ્રાફિકજામ થાય છે. તંત્ર દ્વારા વાહનોની અવરજવરને ડાયવર્ટ કરવી જાેઈએ. • સચિન કાળુસ્કર
શનિ-રવિ હેપ્પી સ્ટ્રીટની જેમ નો ટ્રાફિક ઝોન કરો
શનિવાર-રવિવારે અહીં બ્રેકફાસ્ટ સ્ટ્રીટ લાગે છે. અન્ય શહેરોની હેપ્પી સ્ટ્રીટની જેમ નિયત સમય ટ્રાફિક બંધ કરવો જાેઈએ. ઉપરાંત વાહનો છેક રોડ સુધી પાર્ક કરવોથી પાર્કિંગની સમસ્યા છે તેનું પણ નિરાકરણ લાવવું જાેઈએ. • ચિન્મય કાનુગો
સવારે ૨૫માંથી હવે ૮૦ લારી ઊભી રહેવા માંડી
સવારે મોર્ન્િંાગવોકર્સ સાથે હવે લારીઓ પર નાસ્તો કરવા માટે પણ ભીડ થાય છે. બે માસ અગાઉ અહીં ૨૫ જેટલી લારીઓ હતી, જેની સંખ્યા હવે ૮૦ જેટલી થઈ છે. મોડીફાઈ કરેલી નાસ્તાની કારની સંખ્યા વધી રહી છે તે માટે કોર્પોરેશન, પોલીસ તંત્રએ ટ્રાફિક મેનેજમેન્ટ કરવું પડશે. • વિજય વાધવાણી
માત્ર રવિવારે આ રસ્તો નો ટ્રાફિક ઝોન કરવા ચર્ચા કરાશે
શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, કમાટીબાગ વડોદરાનો સૈાથી વધુ હેપનિંગ સ્પોર્ટ બની રહ્યો છે, સામાન્ય દિવસોમાં સવારે મોર્ન્િંાગવોકર્સો ચા-નાસ્તો કરી રવાના થઈ જાય છે, પરંતુ રવિવાર સહેલાણીઓ અને સ્થાનિકો લારી-ગલ્લાઓ પર નાસ્તો કરવા ઉમટી પડે છે. ઓછા ખર્ચમાં પરિવાર આણંદ માણતો હોઈ ભીડ થાય છે, જેના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા છે. સરકાર માટે લોકોની સેફ્ટી મહત્વની છે માટે આવનારા દિવસોમાં આ સ્થળે રવિવારના દિવસે માત્ર ચાલવા માટે એટલે કે નો ટ્રાફિક ઝોન કરી શકાય કે કેમ તે માટે મેયર, મ્યુનિ.કમિ., વડોદરાના રહીશો અને પાર્ટીના સંકલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.