દાહોદ
દાહોદમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ જવાન વચ્ચે ટાઉન પોલીસ મથકની સામે જ થયેલી ઝપાઝપીની આ ઘટનામાં મહિલા હોમગાર્ડ ને ન્યાય અપાવવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં પોલીસ જવાન સામે ગુનો નોંધવા માટે માંગ કરવામાં આવી છે. દાહોદમાં ગત તારીખ ૧૦ માર્ચના રોજ સવારે મહિલા હોમગાર્ડ દિપીકા બેન સા સી શહેર પોલીસ મથક ની પાસે અડીને આવેલા સરસ્વતી સર્કલ પર ટ્રાફિક ની ફરજ પર હાજર હતા તે વેળાએ સિગ્નલ બંધ હોવા છતાં પોલીસ જવાન તખતસિંહ બાઈક પર આગળ જવાની કોશિશ કરતા મહિલા હોમગાર્ડ દિપીકાબેન એ તેને રોકતા મામલો બિચક્યો હતો જેથી પોલીસ જવાન તખતસિંહ એ ગાળાગાળી કરતા મહિલા હોમગાડૅ તેને લાફો મારી દેતા મામલો ગરમાયો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થતા છેવટે શહેર પોલીસ મથકે મહિલા હોમગાર્ડ એ કોન્સ્ટેબલ તખતસિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેના બીજા દિવસ સુધી કોન્સ્ટેબલ તખતસિંહ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરાતા હવે મહિલા હોમગાર્ડને ન્યાય અપાવવા એક સંસ્થા આગળ આવી છે જેમાં હિંદુ નિર્માણ દળ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા હોમ ગાર્ડ પર દબાણ કરવામાં આવે છે કે ફરિયાદ કરવાનું ટાળો અથવા નોકરી છોડી દો.