દિલ્હી-
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે એન્કાઉન્ટર બાદ આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઈ) ના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.
મળતી જાણકારી મુજબ, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા આ આતંકવાદીઓની ઓળખ ભૂપેન્દર ઉર્ફે દિલાબર સિંહ અને કુલબિત સિંહ તરીકે થઈ છે. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. બંને પંજાબના લુધિયાનાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પંજાબમાં બંને અનેક ગંભીર મામલામાં મોસ્ટ વોન્ટેડ પણ છે.
BKIને બબ્બર ખાલસા પણ કહેવામાં આવે છે. તે ભારતમાં એક ખાલિસ્તાન આતંકવાદી સંગઠન છે. ભારતીય અને બ્રિટિશ સરકાર શીખ સ્વતંત્ર રાજ્યના નિર્માણના કારણે બબ્બર ખાલસાને એક આતંકવાદી સમૂહ માને છે, જ્યારે તેના સમર્થક તેને પ્રતિરોધ આંદોલન માને છે.