દિલ્હી: ભારે વરસાદ પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, બસ પાણીમાં ગરકાવ

દિલ્હી-

કોરોનાના કાળ વચ્ચે ભારે વરસાદથી દિલ્હીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ આસામ અને બિહારથી પૂરના સમાચાર સામે આવી રહ્યાં છે, હવે દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે.

રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાના સમાચાર મળ્યા છે. એક ડીટીસી બસ વરસાદના પાણીમાં ડૂબી ગઈ છે. દિલ્હીના મિન્ટો રોડ અંડરપાસમાં ડીટીસી બસ ડૂબ્યા બાદ મિન્ટો રોડ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. રાહતની ટીમે સમયસર બસમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાંઢ્યાં છે. મહત્વનું છે કે, મિન્ટો રોડની સાથે જંતર-મંતર, કીર્તિ નગર સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કારણે પસાર થતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution