દિલ્હીમાં રોજ ૧૧ હજાર ટન કચરો પેદા થાય છે, જ્યારે પ્રોસેસિંગ ક્ષમતા માત્ર ૮૦૭૩ ટનની

દેશભરમાં કચરાના નિકાલની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. પાટનગર દિલ્હીમાં તો આ સમસ્યા એટલી વિકરાળ બની ગઈ છે કે તેનાથી જાહેર આરોગ્યા સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. આ બાબતે સુપ્રિમ કોર્ટને દરમ્યાનગીરી કરવાની ફરજ પડી છે.

દિલ્હીમાં દરરોજ ૧૧,૦૦૦ ટનથી વધુ ઘન કચરો પેદા થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય કટોકટીનું કારણ બની શકે છે. દરરોજ ૧૧,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કચરા સામે તેની પ્રક્રિયા કરવાની કુલ ક્ષમતા માત્ર ૮,૦૭૩ મેટ્રિક ટન છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે દિલ્હીમાં દરરોજ બનતો ઘન કચરો સ્વાસ્થ્ય કટોકટીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને તેની સાથે વ્યવહાર કરવા માટે જરૂરી તાત્કાલિક પગલાં અંગે અહેવાલ રજૂ કરવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬નું પાલન ન કરવાથી દિલ્હીમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાય નહીં તેની ખાતરી કરવાની જરૂર છે.

૨૬ જુલાઈ, ૨૦૨૪ના રોજના તેના આદેશમાં, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ શોધવા માટે તમામ સંબંધિત અધિકારીઓ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અન્ય અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવા જણાવ્યું છે. આ કેસમાં સુપ્રિમ કોર્ટે એમિકસ ક્યુરી અપરાજિતા સિંહ દ્વારા રજૂ કરાયેલી દલીલને સ્વીકારી લીધી છે.

કોર્ટના જણાવ્યા અનુસાર, દરરોજ લગભગ ૩,૦૦૦ મેટ્રિક ટન ટ્રીટમેન્ટ ન કરાયેલ કચરો એકઠો થઈ રહ્યો છે. એવી આશંકા છે કે આ આંકડો દરેક પસાર થતા દિવસ સાથે ધીમે ધીમે વધી શકે છે.

ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ કચરાની સમસ્યા ગંભીર છે. તેમણે સ્વચ્છ ભારત મિશનની એફિડેવિટ તરફ ધ્યાન દોર્યું છે. આ એફિડેવિટ અનુસાર, ૧૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ, સ્ઝ્રડ્ઢએ દિલ્હી સરકાર પાસે કચરો સાફ કરવા માટે વધુ પૈસા ખર્ચવાની પરવાનગી માંગી હતી. આનાથી તેઓ રૂ. પાંચ કરોડથી વધુના ખર્ચના પ્રોજેક્ટને મંજૂરી આપી શકશે.

આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આ પ્રસ્તાવની તાત્કાલિક સમીક્ષા કરવા અને ત્રણ અઠવાડિયામાં તેના પર ર્નિણય લેવા કહ્યું.

સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યું છે કે ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગ્રેટર નોઈડા પણ કચરાના વ્યવસ્થાપન સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ગુરુગ્રામમાં, દરરોજ ૧૨૦૦ મેટ્રિક ટન કચરો પેદા થઈ રહ્યો છે, પરંતુ ત્યાંના પ્લાન્ટ માત્ર ૨૫૪ મેટ્રિક ટન જ પ્રોસેસ કરી શકે છે. ફરીદાબાદ પણ દરરોજ ૧૦૦૦ મેટ્રિક ટન કચરો પેદા કરે છે, જેની પ્રોસેસિંગ ક્ષમતા લગભગ ૪૧૦ મેટ્રિક ટન છે. જાેકે, ગ્રેટર નોઈડામાં સ્થિતિ થોડી સારી છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને ગુરુગ્રામ અને ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો, ગ્રેટર નોઈડાના અધિકારીઓ, પર્યાવરણ સચિવો સાથે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને મળવાનો આદેશ આપ્યો છે.

કોર્ટ કહે છે કે જાહેર આરોગ્ય કટોકટીને રોકવા માટે તેમને તાત્કાલિક ઉકેલો શોધવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં પર્યાવરણ મંત્રાલયને એક મહિનાની અંદર દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગ્રેટર નોઈડા અંગે રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

જાેકે આ સમસ્યા માત્ર દિલ્હી પુરતી સીમિત નથી. દેશના દરેક મહાનગરોમાં કચરાના નિકાલની સમસ્યા વધુ ને વધુ ઘેરી બનતી જાય છે. કચરાના ઢગના ઢગ ખડકાતા જાય છે તેની સામે તેને પ્રોસેસિંગ કરવા માટેની વ્યવસ્થા તદ્દન અપુરતી છે. કચરાના કારણે ફેલાતુ પ્રદુષણ આસપાસ રદેતા નાગરિકો માટે સ્વાસ્થ્યનો ખતરો પેદા કરે છે. અફસોસની વ

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution