સુરત-
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી 27 જુલાઈએ રવિવારે સુરત આવશે. સુરતમાં તેમના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં મનીષ સિસોદિયા 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. તો બીજી તરફ તેઓના આગમનમાં સુરતના અનેક જાણીતા નામ AAP પાર્ટીમાં જોડાઈ તેવી ચર્ચાઓ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયા અગાઉ 24 જૂનના રોજ સુરત આવી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના સુરત પ્રવાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેસ પહેરશે તેવી શક્યતામાં જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર સુરત શહેરના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પોસ્ટ મૂકી રહ્યા છે. કોણ કોણ આપમાં જોડાશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ પર એક નજર કરીએ તો સવારે 7 કલાકે સુરત એરપોર્ટ પર આગમન, 7.30 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આગમન, 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે, સાંજે 4 થી 6 દરમિયાન કાર્યકતાઓ સાથે બઠક યોજશે. સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.