દિલ્હી,
દુનિયામાં કોરોના વાયરસની એન્ટ્રીને 6 મહિના પૂરા થવાની સાથે દર્દીઓની સંખ્યા હવે એક કરોડ પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,00,81,545 થઈ છે. જ્યારે 5,01,298 લોકોના મૃત્યુ થયા છે. જો કે 54,58,369 લોકો રિકવર પણ થયા છે. કોરોનાના 67 ટકા એટલે કે બે તૃતિયાંશથી વધુ દર્દીઓ તો ફક્ત મે અને જૂનમાં જ જોવા મળ્યાં છે. મેમાં રોજ સરેરાશ લગભગ એક લાખ અને જૂનમાં સરેરાશ એક લાખ 35 હજાર દર્દીઓ નવા આવી રહ્યાં છે. જ્યારે 90 ટકા કોરોનાના કેસ એપ્રિલ-મે-જૂનમાં સામે આવ્યાં છે.
દુનિયામાં કોરોના વાયરસની એન્ટ્રીને 6 મહિના પૂરા થવાની સાથે દર્દીઓની સંખ્યા હવે એક કરોડ પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,00,81,545 થઈ છે. જ્યારે 5,01,298 લોકોના મૃત્યુ થયા છે. જો કે 54,58,369 લોકો રિકવર પણ થયા છે. હકીકતમાં ગરમીમાં કોરોના વાયરસ નબળો પડવાનની સારી ગણતરીઓ ખોટી પડી અને જૂનમાં પ્રતિદિન સવાલ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. કોરોનાના 67 ટકા એટલે કે બે તૃતિયાંશથી વધુ દર્દીઓ તો ફક્ત મે અને જૂનમાં જ જોવા મળ્યાં છે. મેમાં રોજ સરેરાશ લગભગ એક લાખ અને જૂનમાં સરેરાશ એક લાખ 35 હજાર દર્દીઓ નવા આવી રહ્યાં છે. જ્યારે 90 ટકા કોરોનાના કેસ એપ્રિલ-મે-જૂનમાં સામે આવ્યાં છે.
કોરોનાએ માર્ચ મહિનામાં સૌથી વધુ એક લાખ 90 હજારથી વધુ લોકોના જીવ લીધા. તે સમયે ઈટાલી, ફ્રાન્સ, સ્પેનમાં આ મહામારી ચરમસીમાએ હતી અને અમેરિકામાં તેણે કહેર મચાવવાનો શરૂ કર્યો હતો. મે-જૂનમાં કેસ તો વધ્યા છે પરંતુ તેમાંથી 60 ટકાથી વધુ લક્ષણો વગરના દર્દીઓ છે અને આવા કેસમાં કઈંક અંશે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.